________________
૬૨.
સાગર
જણાવે છે તેથી તેરશે કે પડવાને દિવસે પુનમનો ભોગ અંશે પણ ન હેવાથી પુનમના ક્ષયે તેરશે કે પડવાએ પુનમને તપ માનવો ભ્રમિત ન કહેવાય ? શ્રીહીરસૂરિજી મહારાજ, તેરશે ભૂલાયાથી પડે જણાવ્યો છે તેનું કારણ તે ચોખું છે. તેરશે ચૌદશ ન કરી એટલે ચૌદશે ચૌદશ કરી પુનમની બીજી તપસ્યા ચૌદશે સાથે લીધેલ હોવાથી પડવાએ પૂરી કરે કેમકે ચૌદશે પુનમની તિથિને ભગવટ છે. તત્ત્વ એટલું કે પુનમના ક્ષયે બાર-તેરશજ ભેળાં થાય અને પુનમની વૃદ્ધિએ બે તેરશ થાય વળી પુનમે ૫ખી કરનારને એક અનુષ્ઠાનના લેપક માન્યા છે તેમ ચૌદશ-પુનમ મેળાં કરનારને પણ થશે.
પ્રશ્ન ૮૪૮-જેઓ બીજઆદિ પર્વતિથિના ક્ષયે તેની પૂર્વની અપર્વતિથિને ક્ષય ન કરે તેઓ તિથિ કેમ બોલે અને તે રીતે બેલવામાં અડચણ શી? વળી જેઓ પુનમના ક્ષયે તેરશનો ક્ષય ન માની તેરશે ચૌદશ અને ચૌદશે પુનમ ન કરે તેઓ તિથિ કઈ બેલે અને તેમાં અડચણ શી?
સમાધાન–શાસ્ત્ર અને પરંપરાને અનુસરીને જેઓ બીજઆદિ પર્વતિથિના ક્ષયે તેનાથી પહેલાંની પડવા આદિ તિથિને ક્ષય કરે તેઓ તે પુનમ કે અમાવાસ્યા આદિના બીજે દિવસે “આજ બીજઆદિ છે એમ કહે અર્થાત પુનમ કે અમાવાસ્યાની તિથિની પછી બીજઆદિને જ વ્યવહાર કરે, પણ જેઓ બીજઆદિના ક્ષયે તેનાથી પહેલાંની પડવાઆદિ અપર્વતિથિને ક્ષય ન માને પણ “પડવો અને બીજઆદિ ભેળાં છે એમ કહે તેઓને સવારના પ્રતિક્રમણ કરતાં પહેલાં પૌષધ ઉચ્ચરતી લેતી) વખતેજ બીજઆદિ પર્વતિથિ તે માનવી પડે. પચ્ચખાણ લેતી વખતે બીજઆદિ માનવાં પડે, સ્નાત્રાદિમાં બીજઆદિ માનવાં પડે, પૌષધાદિન હોય તે પણ ભોજન વખતે અને આખો દિવસ લીલેરી કે સચિત્ત છોડવામાં બીજઆદિ માનવાં પડે, તિથિએ પ્રતિક્રમણ કરવાં એવી બાધા હેય તે સાંજે બીજઆદિમાનવાં પડે. અબ્રહ્મત્યાગ (બ્રહ્મચર્યપાલન)ને,