________________
૫૪
સાગર અથવા સમાપ્તિવાળી તિથિ એમ જુદી જુદી રીતે કહેવામાં આવે છે; માટે તિથિ કઈ ગણવી?
સમાધાન-જે ઉદયવાળી હોય તે જ તિથિ એમ કહીએ તો બીજઆદિને ક્ષય હોય ત્યારે બીજઆદિ તિથિઓ ઉદયવાળી હેય નહિ જ્યારે બીજઆદિનો ક્ષય હોય ત્યારે પડે અને ત્રીજઆદિને ઉદય હાય, માટે “ઉદયવાળી હેય એજ તિથિ કહેવાય’ એમ માનનારે ભૂલે છે. પણ જો એમ કહે કે ક્ષીણ પર્વને પ્રસંગ ન હોય તો ઉદયવાળીતિથિ તે પ્રમાણ છે. તે વખતે પર્વતિથિ જે બીજઆદિ છે, તેની વૃદ્ધિ હોય ત્યારે તે બંને બીજેએ કે પાંચમઆદિ પર્વતિથિએ સૂર્યને ઉદય હેય છે, તેથી બંને બીજઆદિને ઉદયવાળી હોવાથી પર્વતિથિ માની આરાધવી પડશે, એટલે કહેવું પડશે કે ક્ષીણના અથવા વૃદ્ધિના પ્રસંગમાં ઉદયવાળી તિથિ ન લેવી પણ ઉદય તથા સમાપ્તિવાળી તિથિ લેવી. જેથી હંમેશા ઉદય અને સમાપ્તિ હોય છે અને વૃદ્ધિ હોય ત્યારે ઉદય અને સમાપ્તિ બંને બીજે દિવસે જ હોય છે, તો તે વાત પણ સાચી નથી. કેમકે હમેશની તિથિઓમાં તથા વધેલી તિથિઓમાં બીજે દિવસે ઉદય તથા સમાપ્તિ બંને હોય છે છતાં જે વખતે બીજઆદિ પર્વ તિથિઓને ક્ષય હેય ત્યારે ઉદય નહિ હેવાથી તે બીજઆદિ પર્વતિથિઓને અને તેની આરાધનાને ઉડાડી દેવી પડશે. આ બધું દૂષણ ટાળવા માટે જે એમ ગણવામાં આવે કે સમાપ્તિવાળી તિથિ ગણવી તો તેથી રોજની તિથિઓમાં પણ ઉદયની સાથે સમાપ્તિ હેય છે. બીજઆદિ પર્વ. તિથિનો ક્ષય હોય ત્યારે પણ તે બીજઆદિ પર્વતિથિની સમાપ્તિ પડવાઆદિને જ દિવસે હોય છે અને બીજઆદિની વૃદ્ધિ હોય ત્યારે તે બીજઆદિની સમાપ્તિ બીજે વારેજ હોય છે તેથી સમાપ્તિ થાય તે તિથિ ગણવામાં સામાન્ય તિથિમાં ક્ષીણ તિથિમાં કે વૃદ્ધિવાળી તિથિમાં, એમાં અડચણ આવશે નહિ. અને જો આમજ હોય તો પછી શાસ્ત્રકારોને સામાન્ય તિથિ માટે “મિ ના તિ' તથા ક્ષીણ તિથિમાં