________________
૫૬
સાગર
તિથિના ક્ષયે પૂર્વની અપર્વતિથિને ક્ષય કરવો, એ શા આધારે લેવું? કેમકે શ્રી હીરસૂરિજીના વચન પ્રમાણે પંચમીના ક્ષયે તેનું તપ પહેલાંની તિથિમાં કરવું એમ જણાવેલું છે, અર્થાત પર્વતિથિનો ક્ષયે તેની પહેલાંની અપર્વતિથિનો ક્ષય જણાવ્યા નથી. - સમાધાન-મહોપાધ્યાય શ્રીધર્મસાગરજી શ્રીતરંગિણીમાં જણાવે છે કે-ચૌદશને ક્ષય હોય અને તેરશે સુર્યોદય હોય તો તે ઉદયવાળી તેરશને ચૌદશ કેમ ગણવી?” એવી ખરતરની શંકાના ઉત્તરમાં ચોફખા શબ્દોમાં કહે છે કે પ્રાયશ્ચિત્તઆદિ (પચ્ચખાણ પડિકામણું, તથા તપ વિગેરે)માં તેરશનો ઉદય છતાં પણ તેરશ છે એવું કહેવાતું જ નથી, પણ ચૌદશજ છે એમ કહેવાય છે જુઓ તે પાઠ: ____ 'नन्वौदयिकतिथिस्वीकारान्यतिथितिरस्कारप्रवणयोरावयाः कथं त्रयोदश्या अपि चतुर्दशीत्वेन स्वीकारो युक्तः ? इति चेत् । सत्य, तत्र त्रयोदशीति व्यपदेशस्याप्यसम्भवात् , किन्तु प्रायश्चित्तादिविधौ चतुर्दश्येवेति व्यपदिश्यमानत्वात्' भरतर શંકા કરે છે કે જે તિથિએ સૂર્ય ઉદય હેય તે તિથિને માનનારા અને ઉદયવિનાની તિથિને છોડનારા આપણે છીએ અર્થાત બને એ પ્રકારને આચરનારા છીએ તો પછી ઉદયમાં જે તેરશ છે તે તેરશને ચૌદશ તરીકે કેમ માની શકાય ? આવી શંકાના ઉત્તરમાં શ્રીધર્મસાગરજી મહારાજ જણાવે છે કે-હારી વાત સાચી છે પણ જ્યારે ચૌદશને ક્ષય હોય અને તેરશે ચૌદશ કરાય તે વખતે તે તેરશને દિવસે તેરશ છે એવા કથનને પણ સંભવ નથી પણ પ્રાયશ્ચિત્ત પડિક્કમણા આદિ કાર્યોમાં ચૌદશજ છે એમ કહેવાય છેઆવા સ્પષ્ટ અક્ષરે છે છતાં જેઓ બીજઆદિ પર્વતિથિઆદિના ક્ષયે પડવાનો ક્ષય નથી માનતા તથા આરાધનાને માટે પ્રગટ થતાં ટીપણામાં પણ રે, હૈ, , , ૨૩, ૧૪ એમ લખે છે તેઓ શાસ્ત્ર અને પરંપરા બનેથી ઉલટાજ છે. જો કે તેવું લખનારાઓ પરંપરા શાસ્ત્રના લેખોની દરકાર ન કરવામાં પાવરધા છે એમ સોરઠ દેશને અનાર્ય દેશ કહેવાથી, માણસના આચાર ઉઠા