________________
૫૨.
સાગર
સમાધાન- નિ ના તિ” એ વાક્ય ઉત્સર્ગ છે, અને ક્ષયમાં પૂર્વની તિથિ લેવી અને વૃદ્ધિમાં ઉત્તરની પર્વતિથિ લેવી એ સૂત્ર (વાક્ય) તેનાથી પ્રબલ છે. નહિતર બીજઆદિને ક્ષયે બીજઆદિમાં સૂર્યોદય ન હોવાથી પડવાઆદિના સૂર્યોદયમાં બીજઆદિ ‘આ’ છે એમ કહેતાં મૃષાવાદઆદિ લાગશે અને બંને બીજઆદિ દિવસોએ સૂર્યોદય છતાં બીજી બીજઆદિમાં “આજ બીજઆદિ છે એમ કહેતાં પણ મૃષાવાદ લાગશે, માટે ક્ષયવૃદ્ધિના પ્રસંગ સિવાય ઔદયિકતિથિ માનવાની છે.
પ્રશ્ન ૮૪૨-પ્રશ્નશાસ્ત્રમાં પહેલી એકાદશી’ અને ‘અપરા એકાદશી તથા “પહેલી અમાવાસ્યા' અને ઉત્તર અમાવાસ્યા” એમ જ કહેવાય છે તે પર્વતિથિની વૃદ્ધિ ન માને તો કેમ કહેવાય ?
સમાધાન-બીજઆદિ પર્યતિથિનો ક્ષય હોય ત્યારે જેમ પડવાઆદિને બીજઆદિ તરીકે ગણતાં પડવાને ક્ષય કરવા છતાં માત્ર પંચાગની અપેક્ષાએ કહેવાય છે તેમ અગીયારશ કે અમાવાસ્યાદિની વૃદ્ધિ નહિ માનવા છતાં માત્ર પંચાગની અપેક્ષાએજ પૂર્વ અને અપર શબ્દ વાપર્યા છે.
પ્રન ૮૪૩-બ્રાહ્મણકુલને નીચગોત્ર કેમ ગયું છે?
સમાધાન- વમળા' એ વિગેરે શાસ્ત્રોનાં વાક્યોથી બ્રાહ્મણોમાં ઉત્તમ જાતિ અને ઉત્તમકુલે છે એમ માનવું જ પડશે, પણ જેમ અમુક કાર્યોને અંગે અમુક કુલે જ ઉત્તમ ગણાય, જેમ રક્ષણ માટે ક્ષત્રિયો, વ્યાપારને માટે વણિકો; આ જોતાં તીર્થકર, વાસુદેવાદિઓ માટે ક્ષત્રિયાદિલે જ ઉત્તમ ગણાય તેમાં આશ્ચર્ય નથી અને તે અપેક્ષાએ તેવા પદવીધર એટલે કે તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ, બલદેવાદિની ઉત્પત્તિ બ્રાહ્મણકુલેમાં ન હોય. શ્રીરામચંદ્ર કે શ્રીકૃષ્ણજી પણ ક્ષત્રિોમાં જ થયા છે.
પ્રશ્ન ૮૪૪-બીજઆદિ પર્વતિથિનો ક્ષય હોય અને તેને પડવાઆદિને દિવસે આરાધાય તો તે ખોટું કહેવાય કે નહિ?