________________
૫૦
સાગર
પ્રતિબંધ પડવાઆદિ તિથિઓને અંગે નથી, તો તે મનુષ્ય બીજ આદિને ક્ષયે પડવાઆદિના દિવસે નિયમ ન પાળે તો તેનું પ્રાયશ્ચિત્ત કેમ દેવાય ? વળી બીજઆદિને ભગવટો શરૂ થયો નથી અને છતાં પડવોઆદિ નવામતના હિસાબે છે તો તે વખતનું પ્રાયશ્ચિત્તઆદિ કેમ અપાય ? અર્થાત તે મિશ્રપંથીઓ પણ સવારથી એકલી પર્વતિથિ માને છે.
પ્રશ્ન ૮૩૭–આરાધના કરનાર મનુષ્ય બીજઆદિ પર્વ તિથિને ક્ષય હેય તો પણ તેની પહેલાંની પડવાઆદિક અપર્વતિથિમાં આખી બીજઆદિ પર્વતિથિનીજ આરાધના કરે પણ ક્ષય કઈ તિથિને ?
સમાધાનતમારા કથન પ્રમાણેજ બીજઆદિ પર્વતિથિના ક્ષય વખતે પડઆદિ અપર્વતિથિને પર્વ તિથિપણેજ આરાધે. પણ તે પડઆદિને અપર્વ તરીકે ગણીને તેમાં અપર્વમાં થતી પ્રવૃત્તિ જેવી પ્રવૃત્તિ કરી શકે જ નહિ. તો પછી સ્પષ્ટ થયું કે બીજઆદિ પર્વતિથિના ક્ષયે તેની પહેલાંની પડવો આદિ અપર્વતિથિને લયજ થયો.
પ્રશ્ન ૮૮-બીજઆદિ પર્વતિથિના ક્ષયને પ્રસંગે પડઆદિ અપર્વતિથિને અપર્વતિથિ તરીકે ન માની, અને તે આખી પડવોઆદિ અપર્વતિચિને ક્ષય થયેલી બીજઆદિને પર્વતિથિપણે માની, પણ બીજઆદિ પર્વતિથિના ક્ષયે પડવા આદિ ક્ષય થયે કેમ કહેવાય ?
સમાધાન-પોઆદિ અપર્વતિથિ ઉદયવાળી છતાં તે આખી અપર્વ એવી પડવાઆદિ તિથિને જ્યારે અખંડ બીજઆદિ પર્વતિથિ માની લીધી તે પછી પડવાઆદિ અપર્વતિથિપણું રહ્યું ક્યાં ? અર્થાત સ્પષ્ટ થયું કે બીજઆદિ પર્વતિથિના ક્ષયે પડવાઆદિ અપર્વતિથિને ક્ષયજ ગણે.
પ્રશ્ન ૮૩૦-બીજઆદિ પર્વતિથિના ક્ષયે પડોઆદિ તેની પહેલાંની અપર્વતિથિનો ક્ષય ગણવો અર્થાત તે દિવસે પડોઆદિ ન ગણવા એ કઈ શાસ્ત્રપાઠ છે ?