________________
સમાધાન
પર્વતિથિને ક્ષય હોય તે પહેલાંની તિથિને પર્વતિથિ તરીકે માનવી અને વૃદ્ધિ હોય તો ઉત્તરતિથિને (બીજી તિથિને) પર્વ તિથિ તરીકે માનવી.
પ્રશ્ન ૮૩૫-જ્યારે બીજઆદિને ક્ષય હોય એ અરસામાં શ્રીઉમાસ્વાતિ વાચકવરનાં વચન પ્રમાણે પહેલાંની પડવા આદિ તિથિમાં બીજઆદિ પર્વ તિથિની ક્રિયાની આરાધના કરી લેવી, એ માની લઈએ પણ બીજઆદિ પર્વતિથિના ક્ષયે, તેની પહેલાંની પડવાઆદિ અપર્વ તિથિને ક્ષય કેમ માનવો ?
સમાધાન-ધ્યાન રાખવાની જરૂર છે કે-જે જે પર્વતિથિ બીજઆદિની આરાધના તપઆદિથી કરાય છે તે તે પર્વતિથિ સવારમાં જ કે સવારના પ્રતિક્રમણમાં પચ્ચખાણના વખતથીજ લેવાય છે અને બીજી તિથિના સૂર્યોદયના સમય સુધી લેવાય છે, માટે જે બીજઆદિના ક્ષયે પડવા (એકમ) આદિની સવારથી જે ત્રીજ આદિના સૂર્યોદય સુધી બીજઆદિ માની લઈએ તો પછી પડવા આદિ તિથિનો ક્ષય માનવજ પડે.
પ્રન ૮૩૬-બીજઆદિ તિથિનો ક્ષય હોય ત્યારે તેને પહેલે દિવસે પડવો” આદિ પણ માનીએ અને ક્ષય થયેલી પર્વતિથિ જે બીજઆદિ છે તે પણ માનીએ અર્થાત પડવાઆદિને દિવસે પડેવો આદિ પણ માનીએ અને ક્ષયપણાને પામેલી બીજઆદિ પર્વતિથિ પણ માનીએ તો હરત શી ? એટલે બીજઆદિ પર્વતિથિઓના ક્ષયે તેના પહેલાંની તિથિ પડવાઆદિને ક્ષય મનાય છે તેના કરતાં તે પડવો આદિ તિથિઓ જે ઉદયવાળી છે તે પણ માનવી અને બીજઆદિ પર્વતિથિઓ અનુદયવાળી હેવાથી ક્ષીણ થયેલી છે તે પણ માનવી; એમાં હરક્ત શી ?
સમાધાન-મહાનુભાવ! બીજઆદિ પર્વતિથિને ક્ષય થયો હોય, ત્યારે પડેવો આદિ તિથિ ઉદયવાળી છે માટે તેને ક્ષય ન માનવો અને બીજઆદિ પર્વતિથિ ઉદયવિનાની છે તેની આરાધના માનવી તો પછી આખી બીજઆદિ પર્વતિથિને અંગે જેને સચિત્તયાગ, શિલપાલન એટલે કે વિષય (અબ્રહ્મ) ત્યાગ આદિને નિયમ છે, તે નિયમ, તે