________________
સાગર - સમાધાન-ચઉસરણ પાયનાની ગાથા ૩રમીમાં વળિ મેહી તે સર્વે સાસુ સસ'૨૨ . આ પ્રમાણે કેવલી મહારાજને સાધુ તરીકે ગણેલા છે, વળી શ્રીઅરિહંત મહારાજાના બાર ગુણો અશોકવૃક્ષાદિવાળા છે તે સામાન્ય કેવલીમાં નથી, માટે કેવલી મહારાજને સાધુપદમાં ગણવા ઠીક છે.
પ્રશ્ન ૭૬૪-સમ્યગ્દષ્ટિજીવને અસંખ્ય ગુણ નિર્જરાવાળી અગીઆર શ્રેણિમાં પ્રથમ શ્રેણિમાં ગણ્યા છે તે તેમાં ત્રણ પ્રકારના એટલે ઔપથમિક, ક્ષાયોપથમિક અને ક્ષાયિક સમ્યક્ત્વવાળા ગણવા કે કોઈ એક જ પ્રકારના સમ્યકત્વવાળા લેવા ?
સમાધાન-પહેલી શ્રેણિમાં લીધેલા સમ્યગ્દષ્ટિ ત્રણે પ્રકારના સભ્ય દર્શનવાળા લેવા યોગ્ય જણાય છે. કેમકે ઔપશામક કે ક્ષાપશમિક સમ્યગ્દર્શનવાળા જ જીવે તે પહેલી શ્રેણિમાં લેવા હેત તે ક્ષાયિક સમ્યફત્વવાળા સિવાયના જીવ લેત અને “અક્ષાયિક સમ્યગ્દષ્ટિ” એમ કહેત, પણ તેમ ન કહેતાં સામાન્ય સમ્યગ્દષ્ટિ કહ્યા છે, માટે તે ત્રણ પ્રકારના સમ્યક્ત્વને ધારણ કરનારા પહેલી શ્રેણિમાં લેવા યોગ્ય છે.
પ્રશ્ન ૭૬૫–ક્ષાયિક સમ્યક્ત્વ પામનારા છે તે ક્ષાયિક સમ્યક્ત્વ પામતા પહેલાં પથમિક ને લાયોપથમિક સમ્યકત્વ પામેલાજ હેય એમ ખરુ કે ?
સમાધાન-સામાન્ય રીતે ગર્ભવતી સ્ત્રી પુત્ર જણે એ દષ્ટાને પ્રથમ પથમિક પામેલ છવજ તથા ક્ષાપશમિક સમ્યફવા પામેલ જીવજ ક્ષાયિક સમ્યફવા પામે અને તેથીજ શાસ્ત્રકારો છવ્વીસથી એકવીશને અલ્પતર સત્તાની અપેક્ષાએ મોહનીયની નહિ લેતાં અઠ્ઠાવીશથી એકવીશને અલ્પતર લે છે. પણ વિશેષાવશ્યકની કેટયાચાર્યની ટીકામાં અકૃત્રિપુંજવાળા એટલે સમ્યફમિશ્રમેહનીયના પુંજ સિવાયના છો પણ ક્ષાયિક સમ્યકત્વ પામે એમ સૂચવે છે ને તેથી અક્ષપિત મિથ્યાત્વ એવું ઔપથમિક સમ્યક્ત્વ પામનારને વશેષણ આપી તેની સફળતા ગણી છે તે તે અપેક્ષાએ એમ પણ કહેવામાં અડચણ નથી કે થે ગુણઠાણાએ આવ્યા સિવાય ક્ષાયિક સમ્યફ નજ પામે. એ યોગ્ય નથી.