________________
૩
સાગર
સમાધાન-શોધેલા મિથ્યાત્વપુલને ઉદય હેવાથીજ ક્ષાયોપશમિક ગણાય અને તેથી તે ઔદયિક ન ગણાય અને તેથી મિશ્રણ ઔદયિકમાં ન ગમ્યું.
પ્રશ્ન ૮૧૫-ગણધર મહારાજા અંગપ્રવિષ્ટની રચના કયા અનુક્રમે કરે ?
સમાધાન-ગણધર મહારાજા દીક્ષા લીધા પછી ત્રિલોકનાથતીર્થકર મહારાજને એક પ્રદક્ષિણા કરી ખમાસમણથી પાદપતિત થઈ ઉ તત્ત? એ પ્રશ્ન કરે અને ત્રિલોકનાથ ઉત્તર આપે કે “કવન્ને વા', પછી બીજી પ્રદક્ષિણા કરી પાદપતિત થઈ બીજી વખત “ તરં? એમ પૂછે ત્યારે ભગવાન વિનામે વા’ એમ કહે, અને ત્રીજી વખત પ્રદક્ષિણા કરી પાદપતિત થઈ “ તd ? એમ પૂછે ત્યારે પ્રભુ ધુને વા’ એમ કહે. આવી રીતે થયેલા ત્રણ પ્રશ્નોત્તરને નિષદ્યા કહેવાય છે અને તે ત્રણ નિષદ્યાથી તે ગણધર મહારાજાઓને ગણધર નામકર્મને ઉદય થાય અને ઉત્કૃષ્ટ એવાં મતિ અને શ્રુતજ્ઞાન પ્રાપ્ત થાય, પછી પ્રથમ ગણધરમહારાજાઓ ચૌદ પૂર્વેની રચના કરે અને સર્વરચનામાં પહેલી રચના પૂર્વાની થાય છે માટે જ તેને “પૂર્વે એવું નામ અપાયું છે. તે પૂર્વગત શ્રતોને અધ્યયન કરવાની અનુકૂળતા પડે માટે જેમ વ્યાકરણશાસ્ત્રોમાં પ્રથમ સંજ્ઞા વગેરે પ્રકરણે કરવાં પડે છે તેમ પરિકર્મ અને સૂત્રોની રચના કરવી પડે છે, પછી પૂર્વેની વ્યાખ્યાશૈલી આદિને માટે વર્તમાનસત્રોની વ્યાખ્યા માટે જેમ અનુગદ્વાર ગણાય છે તેવી રીતે પૂર્વાનુયોગની રચના ગણાય, અને જેમ દશવૈકાલિક આચારાંગ યાવત પંચપરમેષ્ઠિનમસ્કાર આદિ સર્વેમાં ચૂલિકાઓ હોય છે, તેવી રીતે પૂર્વગતના અંતમાં તે તે પૂર્વેને અંગે જે ચૂલિકાઓની જરૂર હોય તે રચાય જે કે ચૂલિકાવસ્તુ દરેક પૂર્વની જુદી જુદી છે અને તે તે પૂર્વની સાથે જ તે તે પૂર્વની ચૂલિકા છે, પણ જેમ આચારાંગ અઢારહજાર પદવાળું માન્યું તેમાં માત્ર પ્રથમ શ્રુતસ્કંધનું જ