________________
સમાધાન
૪૩
બેલનારે મનુષ્ય લાખને ઉદ્દેશીને કેરી” શબ્દ કહે છે, એવી રીતે અનંતા જીવોમાં રહેલા ક્રોધાદિકને જાણીને ધાદિક એક શબ્દ બોલનાર અનંત અર્થને કહેનારો થાય અને આખી જિંદગીએ કરીને પણ સંખ્યાતીજ વખત કેવલી પણ બોલે, માટે અનંતાનું કથન અશક્ય ગણાય.
પ્રશ્ન ૮૨૦-દિગંબર એમ જણાવે છે કે તાંબરના શ્રાવકોને તો આગમને હાથ લગાવવાને પણ હક નથી એટલે શ્વેતાંબરશ્રાવકે તો આગમની સમીક્ષામાં સમજે જ શું? તેમાં શું તત્ત્વ છે?
સમાધાન-પ્રથમ તો વેશ્યા સતી સન્નારીને એલંભ દે એવો આ દિગંબરને પ્રસંગ છે. કારણ કે પ્રથમ તો બિચારા દિગંબર શ્રીજિનેશ્વરભગવાનના વચનને જ સર્વથા વિચ્છેદ માને છે અને વર્તમાનમાં જે શાસ્ત્રો તેઓમાં છે તે બધી આચાર્યોની જ કૃતિ છે એમ માને છે, એટલે બિચારા દિગંબરાને આગમ જેવી ચીજજ સર્વથા વિચ્છેદ છે, તેથી ખરી રીતે તેઓને આગમની સમીક્ષાના વિચારને અવકાશ નથી. વળી વેતાંબર સમાજમાં શ્રાવકને પણ છજવનિકાય સુધીનું સૂત્ર અર્થ ઉભયથી અને પિપૈષણાનું અર્થથી સ્વયં અધ્યયન કરે છે, એટલું જ નહિ પણ આગમ સાંભળવાની અને સમજવાની તે શ્વેતાંબર સમાજના શ્રાવકને પૂરતી છૂટ છે, અને તેની તપાસ કરવા દરેક મેટા સ્થાનોમાં સારા સાધુઓની સભામાં પધારીને દિગંબર ભાઈઓએ પિતાની ડીંગ મારવાની ટેવ છોડવી.
પ્રશ્ન ૮૨૧–શ્રીસૂયગડાંગસૂત્રના વૈતાલીયઅધ્યયનમાં પ્રવજ્યા માટે તૈયાર થયેલા કે પ્રવજિત થયેલાને તેનાં સગાઓ રૂદન આદિથી ભમાવવા માટે પ્રયત્ન કરે છે એમ જે હકીકત છાપામાં રજુ થયેલી છે તેનું તવ શું ?
સમાધાન–શ્રીસૂર્યગડાંગસૂત્રના વેતાલીયઅધ્યયનાદિના લેખોથી એટલું જણાવવાનું તવ છે કે–“રજા સિવાયની પાકી ઉમ્મરે પણ દીક્ષા નજ થતી હોય તે આ પ્રમાણે પ્રવજ્યા લેતા અને પ્રવજિત થયેલાને