________________
સમાધાન
માન લીધું, તેવી રીતે પૂર્વેનું માન વિગેરે ચૂલિકાવતુ સિવાય લીધેલું હેઈને ચૂલિકા નામને દૃષ્ટિવાદને પાંચમો ભેદ ગણાય છે. આ ઉપરથી શ્રુતજ્ઞાનના વીશ દેનું વર્ણન કરતાં પરિકર્મ અને પરિકર્મસમાસ અને ચૂલિકા, ચૂલિકાસમાસ એવા ભેદ કેમ ન ગણ્યા ? એવી શંકાને સ્થાન નહિ રહે, કેમકે તે બધા પૂર્વગતને અંગે રહેલા છે અને વસ્તુ પ્રાભૃત વગેરે પૂર્વ અને પૂર્વના પેટા ભેદ તો વીશ ભેદમાં ગણેલાજ છે, અર્થાત બારમું આખું અંગ જે દષ્ટિવાદ તે બધું ચૌદ પૂર્વને અવલંબીને રહેલું છે અને તેથી એક, નવ, દશ કે ચૌદ પૂર્વધરની હકીકત શાસ્ત્રોમાં આવે છે પણ પરિકર્મધર, સૂત્રધર, પૂર્વાનુગધર કે ચૂલિકાધર વિગેરે હકીકત આવતી નથી. આવી રીતે દષ્ટિવાદની રચના થયા પછી સ્ત્રીઓ અને અલ્પબુદિવાળાઓ માટે આચારાંગ આદિ અંગોની રચના કરાઈ છે. આ વસ્તુ બારીક દષ્ટિથી વિચારાશે તો માલૂમ પડશે કે અંગોમાં જે જે વિશેષતા ઉદાહરણ તરીકેનાં છે, તેમાં ગણધર પદવી પછીનાં પણ ઉદાહરણે બનવા પછી ગણધરોજ ગોઠવે છે એટલે તીર્થસ્થાપના વખતે રચાયેલ અંગોમાં આ દષ્ટાન્તો હતાં એમ માનવાની ફરજ પડે તેમ નથી. * પ્રશ્ન૮૧૬-શ્રીકૃષ્ણ મહારાજાએ દીક્ષા લેવા તૈયાર થયેલાને ન રોકવો એવું મનથી ધારેલું કે અભિગ્રહ કરેલે? અને ક્યા પ્રસંગને લઈને અભિગ્રહ લીધેલે ? અને એવો અભિગ્રહ કર્યો પછી તે અવિરત કેમ ગણાય ?
સમાધાન–બાલબ્રહ્મચારી ત્રિલેકનાથ શ્રીનેમિનાથજી મહારાજના મુખારવિંદથી, મહારાજા ભરત ચક્રવર્તીએ જે પોતાને આધીન એવા કુટુંબની અને બાહુબલિજી જેવા સામા પડેલા કુટુંબની દીક્ષાની અનુમોદના અને અનુમતિ આપેલી હતી તે વાત સાંભળીને, શ્રીકૃષ્ણ મહારાજાએ પણ અભિગ્રહ કર્યો હતો કે કોઈપણ મારો વહાલે કે શત્રુ હશે પણ જે દીક્ષા લેવા તૈયાર થશે તો હું તેને નિષેધ નહિ કરું અને અનુમોદના કરીશ તથા અનુમતિ જ આપીશ.” વાંચનારને સહેજે પોતાના દુનિયાદારીના અનુભવથી એમ લાગશે કે વહાલાની અનુમોદના કે અનુમતિને નિષેધ ન