________________
સાગર ત્યાં દાનાદિન ક્ષાવિકભાવ ગણાય, પણ જ્યાં દાનાદિની સિદ્ધિપણાને લીધે પ્રસંગ જ નથી ત્યાં તે દાનાદિ સંબંધી ક્ષાયિકભાવ મનાય નહિ. અર્થાત પરોપકારના કારણરૂપ દાનાદિ ક્ષાયોપથમિક કે પાયિક એ બેમાંથી કોઈ પણ ભાવ હેય તો પણ અનાદિઅનંત થઈ શકે નહિ. અને જ્યારે ખુદ દાનાદિ અનાદિઅનંત ભાગે ન હોય તો પછી તેનાથી થનાર પરે પકારભાવ તે અનાદિ કે અનંત હોય જ કેમ? અર્થાત દાનાદિ સાદિસાંત હેવાથી પરોપકાર સાદિસાંતપણે જ હોય.
પ્રશ્ન ૭૮૨-ઉપર જણાવ્યા પ્રમાણે જ્યારે પરે પકારના કારણભૂત દાનાદિ સાદિસાંત હેઈને તેનાથી થનાર પોપકાર સાદિસત જ ગાય તો પછી ભગવાન શ્રીહરિભદ્રસૂરિજી શ્રીલલિતવિસ્તરાવૃત્તિમાં ભગવંત શ્રીજિનેશ્વરદેવનાં વર્ણનમાં મામેતે પરાર્થચનઃ વિગેરે જણાવી સર્વકાલ એટલે અનાદિઅનંતપણે શ્રીજિનેશ્વરભગવાનને પરોપકાર વ્યસન હેવાનું જણાવે છે તેનું કેમ? - સમાધાન-આચાર્ય ભગવાન શ્રીહરિભદ્રસૂરીશ્વરજીએ જે “મા પદ
વાપર્યું છે તે વ્યાજબી જ છે, પણ જેમ “સર્વ ારા, સદા, સર્વા, નિત્ય' વિગેરે પદે સર્વકાલને કહેનારાં છતાં તેથી વિવક્ષિતજ સર્વકાલ લેવાય છે અને નિરવશેષાર્થ “સર્વ' ન લેતાં માત્ર આદેશ “સર્વ કે સર્વધરા “સર્વજ લેવાય છે, અને તેથી અહીં પણ વિવક્ષિત જ સર્વકાલ લેવાય પણ અનાદિઅનંતરૂપ સર્વકાલ લેવાય નહિ. જો એમ ન લઇએ તે “ હિતાપૈવ મધ્યમ પ્રવાસે યાહુ સદા તત્વાર્થસૂત્ર-ભાષ્યની આ કારિકામાં મધ્યમ પુરૂષની પરલેકહિતની પ્રવૃત્તિ પણ અનાદિઅનંતકાલની માનવી પડશે અને જે લાયોપથમિકભાવ પણું અનાદિ માનીએ તે ક્ષાવિકભાવ પણ અનાદિ માનવામાં અડચણ નહિ આવે અને જે અનાદિને ક્ષાવિકભાવ માનવામાં આવે તે અનાદિશુદ્ધ એક પરમેશ્વરને માનવામાં અડચણ નહિ રહે અને એમ માનનારે તે શ્રીજિનેશ્વરદેવના શાસનથી સર્વથા પતિત જ છે.