________________
૩૨
સાગર
સમાધાન-પહેલાંની સ્વયંપ્રભા હતી તે જ નિર્નામિકા અને તેજ ફેર સ્વયં પ્રભા થયેલી જણાય છે.
પ્રશ્ન ૮૦૩–શ્રેયાંસકુમારે જાતિસ્મરણ મેળવ્યું તેથી પિતાના ભવોને જાણે પણ ભગવાનના ભવ શી રીતે જાણે ?
સમાધાન–શ્રી પ્રદ્યુમ્નસૂરિજી શ્રીશ્રેયાંસકુમારને જાતિસ્મરણની સાથે અવધિજ્ઞાન પણ જણાવે છે, માટે ભગવાનના ભાવો જાણવામાં પણ અડચણ નથી.
પ્રશ્ન ૮૦૪-પ્રતિક્રમણ અધ્યયન ઔદયિકભાવમાંથી લાપશમિકભાવમાં આવવાને અંગે છે તો તેમાં “ઈચ્છામિ પડિક્કમિઉં” અને ઈરિયાવહિયા વિગેરે સૂત્રે તે વ્યાજબી છે પણ કરેમિ ભંતે! એ સામાયિકસૂત્ર અને “ચત્તારિમંગલ' વિગેરે સૂત્રે શા માટે બેલાય છે ?
સમાધાન-પ્રતિક્રમણ અધ્યયનને પ્રસંગે સામાયિકસૂત્ર બેલીને જે સામાયિકનું સ્વરૂપ રાગ અને દ્વેષને અંગે સમભાવ રૂ૫ છે તે ન કર્યું હોય અથવા રાગદ્વેષ કર્યા હોય તેના તથા સામાયિકને મોક્ષનું કારણ ન માન્યું હોય કે અસમભાવ જે રાગદ્વેષની પરિણતિ તેને સામાયિક રૂ૫ માની હોય તે બાબત સામાયિકસૂત્રથી પડિક્કમણું કરવાનું છે. તેવી રીતે અરિહંત ભગવાન આદિ ચારમાં મંગલપણાની બુદ્ધિ ન રહી હોય અથવા અમંગલપણની બુદ્ધિ થઈ હોય તેનું પડિક્કમણું કરવા માટે તે સૂત્રો પ્રતિક્રમણ અધ્યયનમાં રાખેલાં છે. જુઓ આવ૦ પત્ર ૫૭૩.
પ્રશ્ન ૮૦૫-શ્રાવકને હિંસાદિને અંગે કથંચિત દ્વિવિધ ત્રિવિધ એટલે મન, વચન અને કાયાએ કરવું કરાવવું નહિ. એવા પચ્ચખાણ હોય પણ મિથ્યાત્વની અપેક્ષાએ કેવાં પચ્ચખાણ હોય અને તે કેવી રીતે ?
સમાધાન-શ્રમણોપાસકને અગીયારમી પ્રતિમા વેળા અપ્રાપ્ય વસ્તુને અંગે અણુવ્રતાદિમાં કદી તિવિહં તિવિહેણું એવા પચ્ચખાણ હેય, બાકી તો અણુવ્રતાદિમાં દુવિહ તિવિહેણું એવાંજ એટલે મન, વચન અને