________________
સમાધાન
૩૫
નથી તેમ પફખી અને ચઉમાસી પણ વ્યાવહારિક પક્ષ અને ચઉમાસને અંતે નથી અને તેથી ઘર શોધવાનું દૃષ્ટાન્ત આપે છે. લેકમાં ઘરનું શોધવું સાંજ સવાર થાય છે. બાકી શોધન પક્ષ, ચઉમાસી અને સંવછરીને અંતે હોય તેમાં કાંઈ પુનમનો નિયમ હોતો નથી. માટે રાઈ અને દેવસિ વ્યવહારથી લેવાં પણ પાક્ષિકઆદિ માટે તે વ્યાવહારિકને નિયમ નહિ. એ વાત જણાવવા માટે “પક્ષાતિવાનિવૃત્ત' એમ કહેવું અને ચઉમાસી તથા સંવછરીમાં તેની ભલામણ કરવી તે ગેરવ્યાજબી નથી.
પ્રશ્ન ૮૦૯-બાવીશ તીર્થ કરના સાધુઓને જે રાઈ અને દેવસિ પડિકમણાં હતાં તે તેઓ રાત્રિ અને દિવસને અંતે કરતા હતા કે હરકોઈ વખતે કરતા હતા ?
સમાધાન-બાવીશ તીર્થકર મહારાજાના સાધુઓને દેવસિઆદિ પાંચ પ્રકારના પ્રતિક્રમણમાં ફક્ત રાઈ અને દેવસિ પડિક્કમણાં હોય છે એટલે રાતે કે દિવસે તેઓ પડિકમણું કરે, અર્થાત રાત્રિને અંતે તે રાત્રિક અને દિવસને અંતે તે દેવસિક એ વ્યુત્પત્તિ પ્રતિક્રમણ કલ્પ તેઓને નિયત ન હોવાથી લાગુ પડતા નથી. તે મધ્યમ જિનના સાધુઓને તો જ્યારે પહેલા પહેર વિગેરેમાં દોષ લાગે ત્યારે તેજ પહેલા પહેર વિગેરેમાં તે પડિક્કમણું કરી લે, તેટલા માટે ભગવાન શ્રીભદ્રબાહુસ્વામીજી અને શ્રીહરિભદ્રસૂરિજી કહે છે કે
ના સાવજો રે તાદ્દે વડિલન. At-यः साधुरितियोगः यदा-यस्मिन् काले पूर्वाणाद आपन्नः प्राप्त: स तदैव तस्य स्थानस्य प्रतिक्रामति.
પ્રશ્ન ૮૧૦-વર્તમાનમાં જેમ સવાર સાંજ વગેરે નિયમિત કાલે પડિક્કમણું કરવાનું હોવાથી ગુરૂમહારાજની સમક્ષ અને ગુરૂમહારાજની હાજરી ન હોય તે સ્થાપનાચાર્ય સમક્ષ એકલા પડિક્કમણું થાય છે તેમ બાવીશ ભગવાનના શાસનના મુનિઓને પરિક્રમણું જ્યારે દેષ લાગે