________________
સાગર
જણાવવાની માફક ભાવિતાત્મા અનગારપણું ફલ કરીકે સ્વપ્ન પાઠકેએ જણાવેલ છે (જ્ઞાતા ૨૧ પ) એવી જ રીતે ભગવતીજીના ૧૧મા શતકમાં ૧૧મા ઉદેશે મહાબલજીની માતાએ દેખેલ સિંહસ્વપ્નના ફલ તરીકે પણ ભાવિતાત્મા અનગારપણું જણાવેલું છે. (જુઓ ભગવતીજી ૫૩૧ પત્રે).
પ્રશ્ન ૭૬-કેટલાકે રમણની દેરીએ ચઢેલા જે એમ કહે છે કે ભગવાન તીર્થંકર મહારાજા સિવાયના ભવિષ્યમાં શુદ્ધચારિત્રવાળા કે વિદ્વાન થનાર હોય તે તેઓના જન્મમાં કઈ વિશિષ્ટતા નથી તે એ શું સાચું છે?
સમાધાન-શ્રીભગવતીસૂત્ર અને જ્ઞાતાસૂત્રના સિંહરવનના અધિકારને જાણનારે તથા આવસ્યકાદિમાં કહેલ ગણધર આચાર્યાદિના નામકર્મને માનનારો મનુષ્ય અણઘડ રમણની વાત મંજુર કરી શકે જ નહિ. સાર્વત્રિક વિશિષ્ટતાનો નિયમ ન માનીએ તો પણ વિશિષ્ટતા ન જ હોય એમ કહેનાર જરાક જડતાની જંજીરમાં જકડાયેલ હેવાથી સુરને માનવા લાયક થાય જ નહિ.
પ્રશ્ન ૭૯૭–કર્મવેદનના કાલ કેટલા પ્રકારના થાય છે અને તે શા કારણથી થાય છે?
સમાધાન-ત્રણ પ્રકારે છે. તેમાં જે નિરૂપક્રમ કર્મ હોય અને બાંધ્યા પ્રમાણેજ વેદવું પડે તેને જયેષ્ઠ વેદનકાલ તથા જે કર્મ તપ તથા ચારિત્રદ્વારાએ ઉપક્રમથી વેદાય તે મધ્યમ વેદનકાલ ગણાય, પણ જે કર્મ ક્ષપકશ્રેણિદ્વારાએ કે અયોગીપણામાં થતી નિર્જરાધારાએ ખપાવાય તે જધન્ય વેદનકાલ ગણાય.
પ્રશ્ન ૭૯૮-શ્રીગુણસ્થાનકમારોહ આદિને અનુસારે પ્રથમ ત્રણ સંધયણવાળો ઉપશમણિ માંડે એમ જણાવાયું છે અને જે ઉપશમશ્રેણિમાં કાલ કરે તે જરૂર અનુત્તરવિમાનમાં જ જાય એ નિયમ છે. તે બીજા ત્રીજા સંઘયણવાળો છવ અનુત્તરમાં જાય?