________________
૨૮
- સાગર
સાંજે છે, એમ કહે છે તે પછી સંવત્સરને અંતે કરાય તે સાંવત્સરિક પ્રતિક્રમણ કહેવાય એવા શાસ્ત્રોમાં સ્થાને સ્થાને જણાવાયેલ વાક્યોને અનુસરીને આષાઢ શુક્લ પૂર્ણિમાએ સંવછરી પ્રતિક્રમણ કેમ નથી થતું ?
સમાધાન-સૂર્યાદિ જ્યોતિષ્કના ચારને હિસાબે યુગને અંતે આષાઢ શુક્લ પૂર્ણિમાએ જ પાંચ વર્ષ બરાબર થવાથી તેમજ કર્મ - સંવત્સરને અંત આવાઢ શુક્લ પૂર્ણિમાએ આવતો હોવાથી જ્યોતિષના હિસાબે બે પ્રકારના વર્ષને અંત આષાઢ પૂર્ણિમાએ ગણાય છે. પણ શાસનમાં ફલેશ, કષાયોને વીસરાવવા અને તેને માટે જે સંવછરી પડિકમણું કરવું તેને અંગે સંવત્સરની પૂર્ણતા ભાદ્રપદના પ્રથમ પર્વમાંજ રાખેલી છે. અર્થાત જ્યોતિષના વર્ષની સમાપ્તિ કે શરૂઆતની સાથે સંવછરીને સંબંધ નથી, અને આ પ્રમાણે જ દૈવસિક, રાત્રિક, પાક્ષિક કે ચાતુર્માસિક પ્રતિક્રમણોને પણ સંબંધ જ્યોતિષ દિન પક્ષ સાથે નથી. પ્રશ્ન ૭૮ર-દરેક શાસ્ત્રોમાં શ્રાવકોના વર્ણનમાં “
ચામુદિકુળમાંસળવું' એવો પાઠ આવે છે તે આ અનુક્રમ પૂર્વાનુમૂવી કે શ્રાનુપૂવીના ક્રમથી ભિન્ન હેવાનું કારણ શું?
સમાધાન-આ અનુક્રમના ભેદનું કારણ વ્યાખ્યાકારોએ સ્પષ્ટ કર્યું નથી, છતાં આ જણાવાયેલી માસિક તિથિઓમાં આઠમ, અમાવાસ્યા ( કલ્યાણક તિથિ) કે પૂર્ણિમા કરતાં ચતુર્દશીનું અધિપણું-અભ્યહિતપણું દેવું જોઇએ, કેમકે એમ ન હેત તો અલ્પસ્વરવાળા અષ્ટમી અને ઉદિષ્ટ શબ્દથી ચતુર્દશીને પહેલાં મુક્ત નહિ, અને ક્રમની અપેક્ષાએ આઠમને પહેલાં ન લેતાં ચૌદશને પહેલાં લેત નહિ, અને એ ઉપરથી એમ માની શકાય કે આઠમ આદિ તિથિઓ કરતાં ચૌદશની અધિક માન્યતા હોવી જ જોઈએ અને હંમેશા પાક્ષિક તો ચતુર્દશીનું હોવાથી, એ ચતુર્દશીના પ્રાધાન્યને જણાવનાર ચતુર્દશીથી શરૂ થયેલ પાઠ હોય તે સ્વાભાવિક જ છે.