________________
સમાધાન
૨૫
સમજનારા, “ભગવાન જિનેશ્વર અનાદિથી પરોપકારીપણાવાળા જ હોય છે કે શ્રીજિનેશ્વરનું સમ્યકત્વ માત્ર વરબોધિ કહેવાય અને તે સમ્યકત્વ મળ્યા પછી તેઓ પોપકારીપણાના વ્યસનવાળા જ હેય” એમ માની શકે જ નહિ, અને એમ માનવું શાસનશૈલીથી વિરૂદ્ધ છે, એમ સમજી શકશે. ] * પ્રશ્ન ૭૮૭–ભગવાન જિનેશ્વર મહારાજ જેમ તીર્થંકરપણાને લાવનાર એવું સમ્યક્ત્વ વિગેરે પામનાર હોવાથી, તીર્થકર નહિ થનાર બીજા જીવોના કરતાં વિશિષ્ટ ભવ્યત્વવાળા હોય છે, અને તેથી તેમની ભવ્યતા વિશિષ્ટભવ્યતા એટલે તથાભવ્યતા કહેવાય છે, અને તથા ભવ્યત્વ જેમ અનાદિ છે, તેવી રીતે પરોપકારીપણાને પણ કારણરૂપે અનાદિ માનવામાં શી અડચણ છે?
સમાધાન-પ્રથમ તે ભગવાન મહાવીર મહારાજાએ નયસારના ભવમાં સમ્યકત્વ પામવા પહેલાં અટવીમાંથી ભૂલા પડી આવેલા સાધુ મહાત્માની ભક્તિથી જે પરોપકારીતા કરી હતી, તેને અંગે બધા ભગવાન જિનેશ્વરે અનાદિકાલથી પરોપકારવાળા હોય છે, એમ મનાવવા કેટલાક તૈયાર હતા. અને તે નયસારની કાર્યરૂપ પરોપકારીતા વર્ણવવામાં ભગવાન જિનેશ્વરોની અતિશય આશાતના પિકીરવા લાગ્યા હતા, તો હવે કારણરૂપે સર્વ તીર્થકરોમાં અનાદિથી પોપકારીતા છે એમ માની પણ લેવા તૈયાર થયા છે. તો પણ નયસારની કાર્યરૂપે રહેલી પરોપકારીતા ભાની તે અંશે ભગવાન મહાવીર મહારાજની અધિકતા માન્યા સિવાય તેઓનો છૂટકે નથી, અને તેણે તે ઘેર આશાતનાની વાતને તે ઘરમાં જ પધરાવવી પડશે.
પ્રશ્ન ૭૮૮-કારણરૂપે ભગવંત તીર્થકરમાં પરોપકારીતા અનાદિથી છે, એમ માનવું એ શું શાસ્ત્રને અનુકૂલ છે?
સમાધાન-જે મનુષ્ય પૂલદષ્ટિવાળા બનીને ઉઠાઉગીર બન્યા