________________
પ્રશ્નપ્રદીપ
એટલે લેણદારને નેતરું દેવા સમાન જ છે. વિનની વાતને ભય કલ્યાણને પડતું મૂકી દેવાના હેતુથી નથી, પરંતુ તેમાં સાવધાની અને અપ્રમત્તતા રાખવા માટે છે.
જે વેપાર તેવી દલાલી. આને અર્થ એમ ન થાય કે દલાલી વેપાર બંધ કરવા માટે છે. અનાજમાં ગાડે અને મણે દલાલી હાય, સોનામાં તેલે દલાલી હોય, હીરામાં રતિએ દલાલી હેય, તે સર્વ વેપાર બંધ કરવા માટે નહીં, પરંતુ સાવધાની રાખવા માટે છે. ૮
પ્રશ્ન ૯ - સાવધાની માટે તુરંત સમજાય તેવું એક ઉદાહરણ ફરમાવે.
ઉત્તર : અનેક પ્રકારનાં મિષ્ટાનેથી ભરેલ થાળ અન્યત્ર લઈ જે હોય ત્યારે તેને કૂતરા-સમડી વગેરેને ભય રહે જ ! અને તેથી એક લાકડી પણ સાથે રાખવી પડે છે. ખાલી વાસણું લઈ રખડનારને કંઈ આ ભય હોતું નથી. ૯.
(૨) એક દીક્ષાર્થીના દીક્ષા વિષયક પ્રશ્નો
પ્રશ્ન ૧૦ – સંસારને અનુભવ કર્યા વિના તેની અનિત્યતા કેમ જણાય?
ઉત્તરઃ વિષ પ્રાણને નાશ કરે, એ શાથી જાણ્યું? ખાઈ જોઈને જાણ્યું કે જાણકારના કહેવાથી જાણ્યું? તે જ રીતે સર્વદશી શિષ્ટ પુરુષોના અનુભવે અહીં પણ ત્યાજય વસ્તુ તજાય, ત્યાયના અખતરા ન હોય, ત્યાજયના અખતરા કરનારા તે વીરશાસનના સ્વરૂપથી અજ્ઞાત છે. ૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com