________________
પ્રશ્નપ્રદીપ
કઈ પણ અણગમતે પ્રસંગ બને ત્યારે તે સમયે ઉદયમાં આવેલાં પોતાનાં અશુભ કર્મને ક્ષય કરવાનો પ્રસંગ હતું, પરંતુ તે સમયે કર્મના વિપાક (ઉદય)ને વિચારવાનું અને સમતા ધારણ કરવાનું કાર્ય ભૂલી જાય છે. કર્મનું કલંક દૂર કરવાને અવસરે આત્મભાવ ભજવાને બદલે, આત્મભાવને બહિષ્કાર કરવા જેવું ગણાય. દુઃખ તે મળ્યું હતું પાપના ઉદયે, અને તેને ધકકો (ક્ષય) મારવાને બદલે ધર્મ-પુણ્યને ધક્કો માર્યો, એટલે આ કાર્ય તદ્દન અજ્ઞાન આચરણ કહેવાય. ૬
પ્રશ્ન ૯૩ - જેને પિતાના આત્મિક નુકસાનનું ભાન નથી તેને કર્મથી બચવાનો ઉપદેશ શા કામનો ?
ઉતરઃ પાંચ-સાત વર્ષને બાળક રસ્તે જતાં લૂંટાયે હેય, અને નુકશાન કે ફરિયાદના નિયમને જે ન જાણતે હોય તે શું પોલીસ પિતે ફરીયાદ નથી કરતી? ખૂનના કેસમાં મરનાર ફરિયાદ ન કરે તે પણ પોલીસ ફરિયાદ કરે છે. મરનાર મરી ગયે, તેના દ્રવ્ય-પ્રાણ (શરીર) ને નાશ થયે, તે પણ તેનો આત્મા ભાવપ્રાણ સહિત છે. એટલા માટે જ શ્રી જિનેશ્વર દેવનું ધર્મ-શાસન તેના રક્ષણ માટે પ્રયત્ન કરે છે. ભારે કમીને કેસ (કમથી બચવાને માર્ગ) જ્ઞાની દે ચલાવે તેમાં તે અજ્ઞાની કહેવા નથી આવતું કે અમારું આત્મ ધન લૂંટાઈ ગયું. સંસાર–સમુદ્રમાં ડૂબતા જીવોને વગર કહશે પણ તારવા પ્રયત્ન કરવો જોઈએ. ૭
પ્રશ્ન ૯૪ – જીવ જે પણ કાર્ય કરે છે તે અનુસાર પુણ્ય તથા પાપ કર્મ બાંધે છે, પરંતુ જીવ જે કાર્ય કરે છે તેના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com