________________
પ્રશ્રપ્રદીપ
આ પ્રમાણે છે. કરેલા કર્મો અવશ્ય ભેગવવાં જ પડે તે એકાંત નિયમ નથી. “ભેગવવાં પડે અથવા તપથી ક્ષય થાય” તે નિયમ છે. ભેગવવાથી જે કર્મ ક્ષય થાય તે રસ અને પ્રદેશથી ક્ષય થાય અને તપથી જે ક્ષય થાય તે માત્ર રસથી ક્ષય થાય, પ્રદેશે તે ભેગવવા પડે. ૪
પ્રશ્ન ૧૦૧ - રસ-અનુભાગબંધને તપથી ક્ષય થાય અને પ્રદેશ ભોગવવા પડે તે વાત ઉદાહરણ સાથે સમજાવે.
ઉત્તર :- જેમ એક માણસે ૨૫-૫૦ કેરી ખાઈનાખી અને પેટ ચડયું, દુઃખ વધે અને વૈદ્યને બોલાવ્યા. વૈદ્ય તેને સૂંઠ આપી અને તેથી કેરીની વિકૃતિનું જોર શમી ગયું. અથવા તે અતિશય કેળાં ખાવાને કારણે પેટથી દુઃખી થતાં તેને એલચી દેવાથી દર્દ શાંત થયું. તે આ સ્થળે સૂંઠ કે એલચીએ કેરી કે કેળાંના પુદ્ગલેને ઉડાવ્યા નથી, પરંતુ ઓષધને પ્રભાવે તેને વિકાર શમી ગયે. કર્મના વિકારને તેડી નાંખવા તેનું નામ અનુભાગને (રસને) ક્ષય કહેવાય છે. વિકાર શમી ગયા પછીના જેર વગરના રહેલા પુદ્ગલે (પ્રદેશ) વિના મુશ્કેલીથી મળ દ્વારા નીકળી જાય, તેમ તપશ્ચર્યાથી કર્મને વિકાર દૂર થાય છે અને કર્મના વધેલા પ્રદેશ વિના પ્રયત્ન અને વિના મુશ્કેલીઓ દૂર થઈ જાય. ૫
પ્રશ્ન ૧૦૨ - રસ અને પ્રદેશ એટલે શું ?
ઉત્તરઃ અશુભ પરિણામ એટલે કે વેદના આપવાની કર્મમાં જે તીવ્રતા હોય તેને “રસ” કહેવાય છે, અને કર્મ પુદ્ગલને જે જ હોય તેને પ્રદેશ” કહેવાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com