________________
: ૧૪૨
પ્રશ્રમદી૫
આત્માના સર્વ પ્રદેશ સગથી યુગપત્ જ એકી સાથે જ નીકળે છે, એટલે કેવળી મહારાજને મૃત્યુવેદના થવાની સંભાવના નથી.
ચાર ગતિમાંથી કોઈ પણ સ્થાને જનારના આત્મપ્રદેશે તે તે ગતિ અનુસારના અમુક અમુક અવયવોથી નીકળતા હેવાને કારણે શરીરના અન્ય અન્ય ભાગ પર રહેલા આત્મ પ્રદેશોને તે સ્થાને પ્રથમ એકત્ર થવું પડે છે, અને આ રીતે એકત્ર થવાની ક્રિયા જ કર્મ અનુસાર મૃત્યુ વેદનાનું કારણ બને છે. શરીરમાં જે સ્થાને આત્મ પ્રદેશ છે, ત્યાંથી જ એક સાથે કેવળી ભગવાનને આત્મપ્રદેશો શરીરથી નિર્વાણ સમયે બહાર નીકળે છે, એટલે ત્યાં મૃત્યુ વેદનાને કેઈ પ્રશ્ન જ નથી.
[દેવગતિમાં જનારના આત્મ પ્રદેશ પ્રથમ મરતકના સ્થાને એકત્ર થાય, અને પછી ત્યાંથી સર્વ નીકળે. મનુષ્ય ગતિમાં જનારના સર્વ આત્મ પ્રદેશે પ્રથમ નાભીથી છાતી સુધીના ભાગમાં એકત્ર થાય અને ત્યાંથી એક સાથે સર્વ નીકળે. તિર્યંચ ગતિમાં જનારના આત્મ પ્રદેશે ગઠણથી કમર સુધીના ભાગમાં એકત્ર થઈને નીકળે, અને નરક ગતિમાં જનારના આત્મ પ્રદેશે પગની એડીથી ગોઠણ સુધીના ભાગમાં પ્રથમ એકત્ર થઈ ત્યાંથી સર્વ એક સાથે નીકળે. આ રીતે ચાર ગતિમાં જનારના આત્મ પ્રદેશને મૃત્યુ સમયે શરીરથી બહાર નીકળવા માટે ગતિ અનુસારના શરીરના જુદા જુદા સ્થાને એકત્ર થવાનું હોવાને કારણે તે ક્રિયા કર્મો અનુસાર મૃત્યુ વેદનાનું કારણ બને છે. મેક્ષ ગતિમાં પધારનાર કેવળી પ્રભુના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com