________________
પ્રશ્નપ્રદીપ
૧૩
.
ઉત્તર- કેવળી ભગવાન બધી વસ્તુઓને સંપૂર્ણપણે જાણે છે, પરંતુ બધી વસ્તુઓના ભાવેને વાણીથી કહી. શકતા નથી, કેમકે પદાર્થ અને તેના ભાવે અનંત છે, તેમાંથી કેટલાક તે કહેવા માટે યોગ્ય પણ નથી. આયુષ્ય મર્યાદિત અને ઓછું છે, સમજવા છતાં પણ બીજા સમજવાવાળાઓમાં સમજવાની એટલી શક્તિ નથી હોતી. આવા કારણોને લઈને તેઓ બધા પદાર્થોનાં ભાવેને કહી શકતા નથી.
જે અનંત હોય તે જાણી શકાય, પરંતુ ગણું ન શકાય. જેમ કડીના સમુહને જાણવા જેવામાં એક પળની પણ પ્રતીક્ષા નહીં, પરંતુ ગણવી હોય તે ? ગણવામાં વાંધો પણ નથી, પરંતુ ગણનારનું આયુષ્ય અને સમજનારની જાણવાની બુદ્ધિ આ બન્નેની પણ અપેક્ષા તે ખરી કે નહિ ? ૩
પ્રશ્ન ૨૧૫ - જેમ તીર્થકાળમાં કેવળજ્ઞાન-સિદ્ધ-બુદ્ધ થવાય છે, તેમ અતીર્થકાળમાં પણ થાય છે, તે બન્નેમાં અંતર શું ?
ઉત્તર – કેળ ફળે જરૂર, પરંતુ એક જ વખત. કેળાં 'ઊતર્યા પછી આગળ કંઈ નહિ. કેરી વાવવાથી આમ્રવૃક્ષ તૈયાર થાય, પરંતુ તે બન્ને વચ્ચે અંતર એ છે કે આમ્રવૃક્ષના બધાં ફળ ફળની પરંપરા ચલાવવાવાળા હોય, જયારે કેળમાં તે ગુણ નથી હોતે.
તેવી રીતે અતીર્થકાળમાં કઈ વ્યક્તિ વિશેષ જાતિસ્મરણ આદિ વિશિષ્ટ જ્ઞાનના પ્રભાવે સ્વયં સંબુદ્ધ બની પ્રવજ્યા સ્વીકારી કેવળજ્ઞાન પણ પામી શકે છે, પરંતુ આમ્રવૃક્ષના એક
આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com