________________
પુગલના સમૂહને પ્રદેશ કહે છે. આ કર્મ સમૂહે ૧૪૮ કર્મની પ્રકૃતિરૂપે આત્માને આવરિત ક્યાં તેનું નામ “પ્રકૃતિ બંધ.” તે પ્રદેશે કેટલા સમય સુધી ટકશે તે અવસ્થાનું નામ
સ્થિતિ બંધ” અને તે પ્રદેશે ઉદય સમયે આત્માને કે અનુભવ કરાવશે તે અવસ્થાને “સબંધ” અથવા “અનુભાગબંધ” કહે છે. આ પ્રકારે ચારે બંધનું સ્વરૂપ છે. ૨
પ્રશ્ન ૯ - દેવ, તિર્યંચ અને કાર વગેરે સોને આત્મા તે સમાન છે, છતાં કર્મબંધનને તે સર્વથા કેમ ક્ષય નથી કરી શકતા ?
ઉત્તર : એક મનુષ્યની પેઢી જોરદાર ચાલતી હોય ત્યારે લેણદાર ગમે તેટલું લેણું લેવા આવે છે તે તેને ભરપાઈ કરી શકે, પરંતુ પેઢી ઢીલી થયે નાના લેણદાર આવે તે પણ શું થાય ? પેઢી તે સૌ માંડીને બેઠા છે, પરંતુ વ્યાપાર ચાલી શકે તે સ્થળે માંડી હોય તે વાંધો ન આવે તેવી રીતે, મનુષ્ય ભવ તે ભરબજારની પેઢી સમાન છે, અને શેષ સર્વ ખૂણે બેઠેલા જેવા છે, તેથી ધર્મ અને પુણ્યની કમાણીના અભાવમાં કર્મનું ઋણ ચૂકવી શક્તા નથી. ૩
પ્રશ્ન ૧૦૦ - કરેલાં કર્મને ભગવ્યા વિના ક્ષય નથી અને તપથી કર્મને ક્ષય થાય છે. આ બન્ને વાક્યના ભાવ શા છે? વિરોધાભાસ જેવાં વાકયે શું નથી ?
ઉત્તર – કર્મ રચનાને સમજી જશે તે વિરોધાભાસ લાગશે નહીં. અને શાસ્ત્રવચને સાચાં છે અને તેની સત્યતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com