________________
પ્રપ્રદીપ
હોય, તેને તે સંભવ કથાથી થશે બજારમાં ગમે તેટલો "પણે ભાવ વધ્યા હોય, પરંતુ માલ વગરને તે હાથ જ ઘસવાને છે, માટે શુદ્ધભાવ ન જાગતા હોય તે પણ ધર્મક્રિયા તે ચાલુ જ રાખવી. ૧
પ્રશ્નઃ ૧૧૫ ધર્મ ધ્યાન આદિ પવિત્ર કાર્ય સમયે મનની અધિક ચંચલતા દેખાય છે તે તેનું કારણ શું?
ઉત્તરઃ આ સર્વ વિધિ દેખાય છે તેટલી સરલ નથી. સાધક જ્યારે ધર્મક્રિયાને અભ્યાસ પ્રારંભ કરે છે, ત્યારે તેને જાતજાતની મુશ્કેલીઓ આવે છે અને મનમાં શંકાઓ ઊઠે છે. સૌ પ્રથમ મુશ્કેલી તે એ આવે છે કે, જ્યારે તે એકાગ્ર થવા બેસે છે, ત્યારે મનમાં જાતજાતના શુભ અશુભ એવા વિચારે આવવા માંડે છે કે જેને પિતાના કાર્ય સાથે કંઈ સંબંધ પણ ન હેય. ઘણીવાર તે તેને એવું પણ લાગે છે કે બીજા સમય કરતાં ધર્મ ધ્યાન કરતે સમયે જ વધારે વિચારે આવતા હોય છે. આવી એક માન્યતા છે, પરંતુ ખરેખર તેમ નથી હોતું.
મનને સંસારના પદાર્થો તરફ દોડવાની ટેવ પડી ગઈ છે, તેથી તેને કાબુમાં–નિયંત્રણમાં લાવવાનો પ્રયત્ન કરીએ ત્યારે તે બળવો કરે છે. જે રીતે નદી પર બંધ બાંધવાનો પ્રયાસ કરવામાં આવે ત્યારે તેને જળ પ્રવાહ વધારે વેગીલો બને છે. આપણું મનમાં વિચારોની હારમાળા નિરંતર ચાલતી જ હોય છે. સામાન્ય રીતે આપણને તેને ખ્યાલ નથી હોતું, પરંતુ જ્યારે આપણે તે પ્રવાહને સ્થિર કરવાનો પ્રયત્ન કરીએ, ત્યારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com