Book Title: Prashna Pradip
Author(s): Janakrai Maharaj, Manoharlal Maharaj
Publisher: Dashashrimali Sthanakvasi Jain Sangh

View full book text
Previous | Next

Page 150
________________ ૧૩૪ પ્રશદીપ પ્રશ્ન ૨૦૫ - જે સર્વ ભવી જીવે મોક્ષે જશે કે શું અનંત કાળે આ સંસાર ખાલી નહીં થઈ જાય? ઉત્તર :- જેને અંત ન આવે તેને જ અનંતકાળ કહે છે. એટલે જીવેના અંતને જોવા માટે પ્રથમ કાળને અંત જે પડશે. આપના પ્રશ્નના શબ્દોને બરાબર જોશે. અનંતકાળ પછી આપને સંસાર ખાલી થવાને ભય છે, તો અનંત કેને કહેવાય તેને અર્થ વિચારે, એટલે તુરત ઉત્તર સમજાઈ જશે. ૧૦ પ્રશ્ન ૨૦૬ - માની લે કે સંસાર ખાલી થઈ ગયો તે શું થશે ? , ઉત્તર :- અરે, ભાઈ! આપને આ ચિંતા કેમ વળગી છે? જેના અનંતીવાર જેડા ખાધાં તેવા બાયડી-છોકરાં તમને પછી નહિ મળે તેની ચિંતા થાય છે? અથવા શું એકલા પડી જવાને ભય છે? સૌ અજર અમર બને એટલે કે મૃત્યુ કોઈને પણ ન આવે, તેવી શુદ્ધ આત્મિક ભૂમિકા બધાને મળી જાય તે તમને કયે વધે આવ્યો ? કાયટિયા (મુડદાં માટેને સામાન વેંચનાર)ને કદાચ વધે આવે, કારણ કે તેને મરણ ઉપર આજીવિકા ચાલે છે. બધા અજર અમર બને તે કાયટિયાને ઘરે કલ્પાંત હોય એટલે કે કર્મ સ્વરૂપી કુટુંબ કકળાટ કરે. ધમી આત્માને તે આવા વિચારના કંકાસ ન હોય. કર્મના કાયટિયાને ઘરે ધર્મથી પતિત થયેલાનું નામ હાય, જન્મેલાની ને ત્યાં ન હોય, તે તે જોષીને ત્યાં હેય. મસાણના ગીધે જે કઈ મડદું આવે નહિ તે ચારેબાજુ ચક્કર મારે. મસાણના ગીધે નાતના ભેજન સમયે ન આવે. એને તે ત્યાં કોઈ સંબંધ જ નથી. . . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168