________________
પ્રમદી૫
અજવણીમાં વકીલને શું મળે? કેદમાં જાય તે પણ રડે અસીલ, વકીલને જવાબદારી કે જોખમકારી કંઈ નહીં. અસીલ માટે જેમ વકીલ બધું કરી છૂટે, તેમ અભવ્ય છ સંવર-નિર્જરા આદિનું સુંદર સ્વરૂપ રજુ કરે, સામાને સમજાવવા માટે ભરચક પ્રયત્ન કરે, પરંતુ એ બધું વકીલાતની દષ્ટિએ, પિતાને કંઈ લેવા દેવા નહીં. દીપક સમક્તિનું કાર્ય તત્વને પ્રકાશ કરવા સંબંધે છે અને તે પ્રકાશને ઉપગ અભવી બીજા (પર) માટે કરે છે, પિતા માટે નથી કરતે.
ભવી જીવ પર પ્રતિબંધ (અન્યને) કતે સમયે પિતાને પણ પવિત્ર કરે. જેમ કપડાંને મેલ કાઢવા માટે હાથેથી સાબુ ઘસે તે કપડાં સાફ થવા સાથે હાથ પણ ચકખા થાય, પરંતુ બાવડાં (કેણુથી ઉપરને ભાગ) મહેનત ઘણું કરે છતાં ત્યાં સાબુની અસર ન પહેચે, તેમ અભવી માટે સમજવું. કરોડની કિંમતના હીરા દવે પરખાય, પરંતુ દીવાની કિંમત તે કેડીની. ૧
પ્રશ્ન ૧૭:આવું દીપક સમક્તિ અભવીને પણ ઉત્કૃષ્ટ કેટલીવાર આવે ?
ઉત્તર- અસંખ્યાતી વાર અને અનંત કાલમાં અનંતીવાર પણ આવી શકે છે. જેમ માછલી લાખેવાર દરિયાના કાંઠા સુધી આવે છે, પરંતુ બહાર ન આવી શકે, તેમ અભવી સંસાર સાગરથી બહાર ન આવી શકે. ૨
પ્રશ્ન ૧૯૮:- રેચક સમકિત કેને કહેવાય ?
ઉત્તર:- જ્યારે શ્રી જિનેશ્વરદેવ કથિત તમાં વાસ્તવિક રૂચિ પ્રગટે ત્યારે રેચક સમકિત કહેવાય. ૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com