________________
પ્રદીપે
મહાસાગરને તીવ્ર પ્રવાહ સજા કે મહારાજાને જેતે નથી, વિદ્વાન કે મૂર્ખને પણ જેતે નથી, ધનવાન કે નિર્ધનની તેને ચિંતા નથી, તમે યુનિવર્સિટીની કેટલી પરીક્ષાઓ આપી અને શકિત-સામર્થ્ય કેટલું ધરાવે છે તેની તે જરા પણ દરકાર કરે તેમ નથી. તમારી પાસે કેટલા પૈસા, કેવાં સ્ત્રી-પુત્ર, કેવાં મકાને અને કેટલી લાગવગ છે તે કંઈ પણું ભવસાગરને પ્રવાહ તમને પૂછવાનું નથી. તમે કલા, કારીગીરી, હેશિયારી અને ચતુરાઈ ગમે તેટલી ધરાવતા હે તેની પણ તેને પરવા નથી. પ્રવાહનું કાર્ય તે એ જ છે કે તેમાં જે પડે તેને તાણ જાય, માત્ર એક તરવાની શકિત જાણનારને જ તે પ્રવાહ દાદ આપે છે.
પાણીને પ્રવાહ ઉચ્ચ-નીચ શિક્ષણ, તથા ધનવાન–નિર્ધન અવસ્થા વગેરે કંઈ પણ વાતને ગણતું નથી, તે તે માત્ર તરવાની શક્તિને જ ગણે છે. તે પ્રમાણે કર્મને પ્રવાહ પણ અક્કલ કે હોશિયારીને માન આપતું નથી. તે તે માત્ર આત્માની ક્ષસંબંધીની ભાવના અને તે ભાવનાને અનુસરીને પિતાને હાથે થયેલાં અનુષ્ઠાનેને જ દાદ આપે છે. પ્રવાહની પાસે એક જ વાત છે કે, તેમાં જે પડે તેને તાણ જાય, જે તરી શકે તે હોય તે જ બચી શકે છે. મહાસાગરનાં ભયંકર મેજાં તમારી ચાલાક બુદ્ધિ-વિદ્વતા કે પૈસાને જોતાં નથી, તમારી લાગવગને તે માનતા નથી. : - કાળચક્રના પ્રવાહના ફેશ પિતાની મેળે કુદરતી રીતે ફર્યા જ કરે છે, તેમાં જે ફસાથે તે મિસાઈ જાય. દુનિયાદારીમાં જે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com