________________
પણ તે સમયે પ્રગટ થાય છે. એટલે આ ઉપરથી સમજવાની વાત એ છે કે, જુના બાંધેલા કર્મો જ્યાં સુધી ઉદયાગત પ્રબલરૂપે ભેગવાતા હોય ત્યાં સુધી નવા કર્મ તુરત ફળતા ન દેખાય તે સ્વાભાવિક છે. ૩
(૨૧) શ્રી વીતરાગ ઉપાસના વિધિ પ્રશ્ન ૧૪૮:- આપણુ જિનશાસનના દેવ તે વીતરાગ છે એટલે તેઓ રાગ-દ્વેષથી મુક્ત હેઈ, નમન કરનાર પ્રત્યે રાગ નથી ધરાવતા અને રષ કરનાર પ્રત્યે દ્વેષ નથી ધરાવતા, તે તેનું નામસ્મરણ આદિ કરવાથી આત્માને લાભ કઈ અપેક્ષાએ ?
ઉત્તર :- સાકર ખાનાર પ્રત્યે સાકરને કેઈ એ નેહ નથી કે તેને ખાનારને તે મધુર સ્વાદયુક્ત બનાવે, અને અગ્નિને તેના અડનાર પ્રત્યે દ્વેષ નથી કે તેને ભસ્મ કરી નાખે પરંતુ તેને સ્વભાવ જ તે છે. જેમ કે તે પદાર્થોને સ્વભાવ ધર્મ જ એ છે કે તેના નિમિતે આપણને તેવા તેવા પ્રકારનો અનુભવ થાય, અને ઉચ્ચ-નીચ ફળની પ્રાપ્તિ થાય. તેવી રીતે માત્ર સમજવા માટે ગ્રહણ કરેલ ઉપરના દૃષ્ટાંત અનુસાર જિનશાસનદેવ વીતરાગ છે, તેઓ કંઈ દેવલેક કે મેક્ષ પિતાની પાસે ખજાનામાં રાખી, સેવા કરનાર પ્રત્યે પ્રસન્ન થઈ આપે છે તેવું નથી બનતું, પરંતુ તેઓની-વીતરાગદેવની ભક્તિ ગુણગ્રામ આદિથી થતી આપણું ભાવ-શુદ્ધિમાં આલંબન નિમિત્તરૂપે બની, તે તે આરાધક આત્માને આલંબનને જેટલા પ્રમાણથી લાભ લીધે, તેટલા પ્રમાણમાં નિર્જરા કે પુણ્યની પ્રાપ્તિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com