________________
૧૨૨
પ્રશ્રપ્રદીપ
તે ચિંતા પણ શી છે? એક કવિ કહે છે કે ખોટું કહેનારાને તે ઉપકાર માને. એ તે સાવધ રાખે, ચેતવે, ભલે એની ભાવના ગમે તે હોય પણ તેમાં આપણને વધે શો ? ૧૨.
પ્રશ્ન ૧૭૫ – જ્ઞાન વગરના શાસનપ્રેમીને મંદભાગી વિદ્વાને દુરૂપયોગ કયારે કરે?
ઉત્તરઃ સેવાવ્રતધારી પાસે જે સેવા અને કુસેવાનો વિવેક ન હોય તે ઘણીવાર સેવાને નામે ખતરે ઊભું કરી બેસે છે. સાવધાની લૌકિક પક્ષમાં જાળવવી તે બહુ કઠિન નથી. પરંતુ લકત્તર-જિન માગે આ જાગૃતિ કેળવવી અતિ મુશ્કેલ છે. કારણ કે જિનેન્દ્ર ભગવાનના ત સુક્રમ છે અને તેની જાણ-- કારી માટે લક્ષ પણ પૂરતું અપાતું નથી. તેથી આવા જિનમાર્ગના અજાણ એવા શાસન સેવાવ્રતધારીઓ પાસેથી શિથિલાચારીઓ પૂર લાભ ઉઠાવી જાય છે.
શાસન સેવા માટે જેના પગ ગમે તેટલા ગતિ કરવા માટે પણ તૈયાર રહેતા હોય, તેમજ શાસનસેવાના સ્વીકાર માટે જેના હાથ સદા જોડાયેલા રહેતા હોય એવા ભકિત અને કર્તવ્ય પ્રધાન વ્યકિતમાં જ્યાં સુધી શાસનસેવાના સાચા અર્થને જાણવાના જ્ઞાન કિરણ પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી જ્ઞાનવિહિન ભક્તિ અને કર્તવ્ય શાસન સેવાના નામે શાસન આશાતના કરી બેસે છે. નેત્ર વિના નિર્વિઘ્ન કેમ બનાય? ૧૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com