________________
પ્રદીપ પ્રશ્ન ૧૧૧ - ધર્મ અને કર્મ એ બન્નેનું મૂળ શું છે?
ઉત્તર – એક જ વર્ગની પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થીમાં પાસ થનાર માટેનાં પેપર જુદાં અને નાપાસ થનાર માટેનાં પેપર જુદાં હોય તેમ ન બને. આગળ વધનાર અને પાછા પડનાર એ બન્નેનું મૂળ તે એક જ હોય છે, તેવી રીતે ધર્મ અને કર્મનું મૂળ એક જ છે અને તેનું નામ સમજણ–વિચારશકિત છે. આ વાત સાંભળી એકદમ ચમકશે નહીં. જરા શાંતિથી વિચારે કે જેમ સમજણ-વિચારશક્તિ વધે તેમ અભિલાષા વધે છે. એક નાના બાળકને સો સુધી ભણાવી પછી કહો કે તને કેટલા રૂપિયા જોઈએ? તે તે સો જ કહેશે. હજારના અંક સુધી ભણાવી પછી પ્રશ્ન કરશે તે હજાર માગશે. એસ આગળ જેટલું વધારે જાણશે તેટલી જ ઇચ્છા કરશે. એટલે નિર્ણય થયે કે ઈચ્છા એ તે જાણપણાની ગુલામડી છે. જાણપણા વિના ઈચ્છા હતી જ નથી. હળુકમ જીવને જેમ સમજણ વધે તેમ તેને સમજમાં આવતાં સર્વ પદાર્થોની અનિત્યતા જાણે તેને મેહ નિવારે અને ભારેકમી તેમાં ફસાય. એટલે આપ સમજી ગયા કે ઊગરવાનું (ધર્મ) અને અથડાવાનું (કર્મ) મૂળ કારણ સમજણ વિચારશક્તિ છે. ૩
પ્રશ્ન ૧૧૨ - ત્યારે તે પછી સમજણ મેળવી એ એક રીતે અપરાધ જેવું ન ગણાય ?
ઉત્તર :- અગ્નિથી રસોઈ પણ થાય અને બળી પણ જવાય છે. સળગી મરવાને ભયે ચૂલામાં અગ્નિ ન કરે તે અગ્નિથી બળી મરવાને બદલે ભૂખથી બળી મરે. વિવેક હેય તે અગ્નિ કહેવાય, નહીં તે ભડકે કહેવાય. તિ અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com