________________
પ્રશ્નપ્રદીપ
ફળનો નિર્ણય કોણ કરે છે કે જેના અનુસાર તે જીવ ત્યાં જ જન્મ લે છે અને ફળ ભેગવે છે? | ઉતરઃ જે રીતે વૈદ્ય રોગીઓને અલગ-અલગ પ્રકારની રિગને અનુકૂળ દવાઓ આપે છે, અને તે દવાઓ પોત-પોતાના
સ્વભાવ અનુસાર રોગીઓ ઉપર ગરમી, ઠંડી વગેરે અનેક પ્રકારનાં પ્રભાવ પ્રગટ કરે છે. તે દવાઓ જડ હેવાના કારણે વૈદ્ય આદિ કેઈની પણ આજ્ઞાને સમજતી નથી, અને ન તે વૈદ્ય તેને કેઈપણ પ્રકારની આજ્ઞા કરે છે, તે પણ તે તે પિતપિતાના સ્વભાવ અનુસાર ફળ બતાવે છે.
તથા વિભિન્ન પ્રાણ પથ્યાપથ્યનું સેવન કરે છે. તેને વસ્તુઓના ગુણ-દોષના અનુરૂપ આપોઆપ ફળ મળી રહે છે. વસ્તુઓને રેગી-નરેગી, સુખી દુઃખી, વગેરે બનાવવા માટે કોઈ આખા દેતા નથી, અને ન તે તે વસ્તુઓમાં જડ હોવાના કારણે તેવા બનાવવાનું વિચારેય હોય છે. પરંતુ તે પોતાના સ્વભાવ અનુસાર રેગી-નીરોગી વગેરે બનાવે છે. - જેમ કોઈ વ્યકિત અધિક ભાગ લેવાથી ડા સમય સુધી ગાંડા જેવી બની જાય છે. ભાંગ જડ છે, તે ભેદ-ભાવ વગર રાજા–રકાદિ બધા ઉપર પ્રેરક વિના પિતાને સ્વભાવ બતાવી દે છે. તે જ પ્રકારે જીવનમાં પણ કર્મ બંધાય છે. તે જડ છે અને બંધ થયા પછી તેને સુખ અથવા દુઃખરૂપ સ્વભાવ પ્રગટ થઈ જાય છે. અર્થાત કર્મ પુદ્ગલેના સ્વભાવથી જ તે કર્મ બાંધવાવાળા જીવને સુખ દુઃખ રૂ૫ ફળ મળે છે. બીજાં કેઈપણ ફળ ભેગવવાવાળા નથી. ૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com