________________
પ્રશ્નપ્રદીપ
સોનાના કટોરામાં ઉત્તમ દૂધપાક પીર, ખાનારે ભજનને સ્વાદ લેવાને બદલે કટોરાને ઉત્તમ માની બટકું ભર્યું , અને દાંત પડી ગયા. તેથી તે અન્ય પાસે ફરિયાદ કરે કે મને બેલા જમવા અને દાંત તેડી નાખ્યા, તે મૂર્ખ કેણ ગણાય? સેનાના કટોરાને પણ અપરાધ નથી, દૂધપાકનો પણ અપરાધ નથી, પરંતુ વાંક પિતાની વિવેક શકિતના અભાવને છે. જે વિવેક હોય તે ઉત્તમ પાત્રના ઉત્તમ ભોજનને પામી, પોતે પણ ઉત્તમ બને અને જે વિવેક ન રાખે તો દાંત પણ પડી જાય અને મૂર્ખ પણ ગણાય. ૪
પ્રશ્ન ૩૧ – સામાયિક આદિ કર્મક્રિયા શા માટે કરવી? તેથી ફાયદો શું ? આ સર્વ વાતે સરળતાથી સમજી શકાય તેવા દષ્ટાંત સાથે ફરમાવો !
ઉત્તર :- જેમ કે માણસને પેટ અગર માથામાં ગાંઠ થયેલ હોય, તે ગાંઠની વૃદ્ધિ કે પિષણની ભલે પિતાને જરા માત્ર પણ ઈચ્છા ન હોય તે પણ રજ લેવાતા ખોરાકમાંથી તે ગાંઠ પ્રતિદિન વૃદ્ધિ પામતી રહે છે. જે ગાંઠને પિતે દુઃખદાયી માનતા હતા, અને જેના પિષણની કલ્પના સ્વપ્નમાં પણ સેવેલ ન હતી તેમ છતાં પણ તે ગાંઠ પિતાના જ હાથે ગ્રહણ કરાતા ખેરાકમાંથી હિસે લઈ વૃદ્ધિ પામી જાય છે.
તેવી જ રીતે આત્માને અનાદિકાળથી ત્યાગ તરફ અણગમો એટલે કે અવિરતિની ગાંઠ થયેલ છે. તેથી ભલે પાપ કરવાની ઈચ્છા ન હોય, પાપ વધે તેવી પ્રવૃત્તિ પણ ન કરે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com