________________
૪ પ્રશ્રમદી૫
૩૭
જુદા જુદા ભામાં અન્ય અન્ય માતાનાં દૂધ પીધાં તે એકઠાં કરીએ તે સ્વયંભૂરમણ સમુદ્રના પાણું કરતાં પણ વધે અને તે તે ભવમાં અનિષ્ઠના સાગ અને ઈષ્ટના વિયોગે રડી રહીને પણ સાગરનાં પાણી છલકાય તેટલા રુદનનાં આંસુ સાય તે હવે વિચાર કરે કે મેરુ વળે કે સ્વંભૂરમણ મહાસમુદ્ર?
ચારિત્ર્યથી તે નવમા ગ્રેવયક સુધી ગયે, કમથી કમ દુર્ગતિ તે અટકી છતાં સદ્ગતિ મળે તે માર્ગે જવાતું નથી. દુર્ભાગીઓને જ અવળે માર્ગ સૂઝે. અનંતીવાર ચારિત્ર્ય લીધા તે અનંતીવાર નવ દૈવયક વગેરે દેવલેક મળ્યા છે, પરંતુ વારે વારે જેને કારણે દુર્ગતિના જોડા મળ્યા તે છોડવાના ભાવ નથી થતા તેનું જ નામ ભારે કમી. ૪
પ્રશ્ન ૫૦ - શ્રાવકપણું, સાધુપણું કે જિનેશ્વર દેવની ઉપા ના સફળ કરવા શે પ્રયત્ન કરવો જોઈએ ?
ઉત્તર :- શ્રી જિનેશ્વર દેવે જે અઢાર દોષ (અજ્ઞાન, ક્રોધ, ઈર્ષા, વગેરેથી રહિત છે તેના દોષો પ્રત્યે જ્યાં સુધી જીવને કંટાળે ન આવે ત્યાં સુધી વીતરાગદેવના સાચા અનુગામી અનાતું નથી. અઢાર દોષને આત્મામાં દાહ થવો જોઈએ. ૫
પ્રશ્ન ૫૧ - દોષના દાહ વગરનું જે થાય તે કામનું કેટલું ગણવું ?
ઉત્તર:- નિશાળમાં બેઠેલો બાળક સેંકડો વાર લીટા તાણે તે બેટા માને છે, પરંતુ એકડો લખે એટલે લીટા લાભારૂપ ગણાશે. દ્રવ્યકિયા કરતાં કરતાં એક વાર ભાવચારિત્ર્ય આવી જાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com