________________
૫૪
પ્રશ્નપ્રદીપ
ઘોર હિંસકે પણ મુકિત ગયા છે. જેનાં નામ દેવા પણ ગ્ય ન હતાં, તે તરી ગયા છે પણ જે આત્માઓ પાપને પુણ્યનું ઉપનામ આપે એને શી રીતે છૂટકે? અધમી, પાપી, અનાચારી, ઊંધે માગે જનારે કદાચ તે, એને એ સારું ન માને ત્યાં સુધી એના ઉધ્ધારનો ઉપાય છે. પણ જે ખરાબને સારું માને તેની પાસે તો ઉપદેશ પણ નકામો છે. ૧૪
(૧૨) કર્મ અને તેની કાર્યપરંપરા પ્રશ્ન ૮૦ - કર્મોના જુદાં જુદાં પર્યાયવાચક નામ શું છે?
ઉત્તર :- ભાગ્ય, નશીબ, દૈવ, વગેરે શબ્દો કમેનાં એક પર્યાયવાચક નામે છે. જેમકે, “તેના ભાગ્યનો ઉદય સારે છે', “તમે નસીબદાર છો.”, “વની ગતિ ન્યારી છે.” વગેરે કર્મના ભાવને પ્રગટ કરનાર વાક્ય રચના સર્વ પ્રકારના લેકમાં પ્રસિદ્ધ છે. ૧
પ્રશ્ન ૮૧ – ભાગ્ય અને ઉદ્યમમાં ફેર શો ?
ઉત્તર :- ગયા ભવને ઉદ્યમ તે આ ભવનું ભાગ્ય, અને આ ભવને ઉદ્યમ તે આવતા ભવનું ભાગ્ય. ૨
પ્રશ્ન ૮૨ - જીવનમાં થતી ભૂલની પાછળ કોઈ શક્તિનું બળ શું હોઈ શકે ખરું?
ઉત્તરઃ જીવનમાં જાણતાં અજાણતાં થતી ભૂલો, કઈ પણ જાતના કારણ વિના કેમ થાય? અને તે ભૂલોનું પરિણામ તે ભોગવવું જ પડે છે. જો ભૂલનું પરિણામ ન ભેગવવું પડતું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com