________________
પ્રશ્નપ્રદીપ
હોય તે નેપોલિયન બોનાપાટને કેદમાં શા માટે રાખવે પડયે ? અને ભૂલનું પરિણામ ભોગવવું જ પડતું હોય, તે વર્તમાનની તે ભૂલ એ કઈ પૂર્વભાવની ભૂલનું જ પરિણામ હેવું જોઈએ. ૩
પ્રશ્ન ૮૩ - કર્મો એ ભૂલની પરંપરાનું મૂળ કેવી રીતે?
ઉત્તરઃ ઉપરના પ્રશ્નના ઉત્તરમાં દર્શાવેલ વિચારશ્રેણી આપણને ભૂલની પરંપરાનાં કારણોના મૂળ સુધી લઈ જશે, અને ત્યાં આપણા હાથમાં કર્મ સિવાય બીજું કાંઈ આવશે જ નહીં.
જેવી રીતે ભૂલની પરંપરાને વિચાર કરતાં છેવટે કર્મ સુધી પહોંચવું પડશે, તેવી રીતે એક માણસ સારા દેશ અને ખાનદાન કુટુંબમાં જન્મ પામે અને ઉત્તરોત્તર તેના જીવનને વિકાસ થતો જાય, તેને સારા સંજોગે મળે જ જાય, તેના મૂળમાં પણ છેવટે કર્મ હાથ લાગ્યા વિના રહેશે જ નહીં. કર્મો શુભ અને અશુભ એવા બે પ્રકારે હોય છે. શુભ કર્મ એટલે પુણ્ય અને અશુભ કર્મ એટલે પાપ. ૪
પ્રશ્ન ૮૪ – વર્તમાનમાં ભેગવાતાં કર્મો ગયા ભવમાં બંધાયેલ કર્મો સાથે કેવી રીતે સંબંધ ધરાવે છે?
ઉત્તરઃ પાણી માટે ઘરમાં ગોઠવેલી નળની પાઈપ લાઈનને જે સરેવર સાથે સંબંધ હોય તે જ ઘરની આગને બુઝાવી શકે અને પેટની તૃષાની આગ પણ તે જ શાંત થઈ શકે છે. તેમજ ઘરમાં ગોઠવેલી ઈલેકટ્રીક વાયર લાઈનને જે વીજળીઘર સાથે સંબંધ હોય તે જ તે લેબ લગાવ્યું પ્રકાશ આપે. અને જે અવિધિથી અડવા જાય તે આંચકે આવે છે. તેવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com