________________
૩૬
પ્રશ્નપ્રદીપ .
સનેપાતમાં પડેલ મૂર્ખ અને વિદ્વાન, સનેપાત સમયે તે બને સરખા જ હોય, પરંતુ સનેપાત દૂર થાય ત્યારે મૂર્ખ તે મૂર્ખ જ છે અને વિદ્વાન તે વિદ્વાન જ છે. ધર્મ પામીને નિગદમાં ગયેલે જીવ અને ધર્મ વગરને નિગોદમાં ગયેલે જીવ એ બન્ને સરખા, પરંતુ ધર્મ પામેલે હશે તે ઉદ્ધાર અવશ્ય પામવાને જ.
મોટી મિલ્કત માલિક કેઈ સજજન શેઠ ઉદય કર્મના જેરે રાજ્યના ગુનામાં સપડાઈ જેલમાં ગયા હોય, અને એક કંગાલ બદમાશ પણ જેલમાં ગયેલ હોય, કેદખાનામાં હોય ત્યારે તે બન્નેના ખોરાક, પિષક, વગેરે ભલે સમાન હોય પરંતુ સજા પૂર્ણ થયે તે શેઠ પોતાના વિશાલ ભવને જાય અને પેલે કંગાલ પિતાની ભાંગલ ઝૂંપડી તરફ જ જાય. આ ઉદાહરણ પણ તમારા પ્રશ્નના ઉત્તરને અનુરૂપ જ છે. ૩
પ્રશ્ન ૪૯ - અનંતીવાર ચારિત્ર્ય લીધા, રજોહરણ, મુહપત્તીના મેરુ જેવડાં ઢગલા કર્યા તે પણ કંઈ ન વળ્યું તે હવે શું વળવાનું છે?
ઉત્તર – અરે ભાઈ ! જરા શાંતિથી વિચારો! બાયડી, છોકરાં, ધન, માલ, વગેરે વધારે વાર મળ્યા કે ચારિત્ર્ય ? અનંતી રખડપટ્ટીમાં વધારે તે બાયડી છોકરાં જ મજ્યાં તેમ કબૂલ કર્યા વિના કેઈ ઉપાય જ નથી. છતાં તેને પરિણામે મળ્યું શું ? અનંતીવાર દુર્ગતિના જેડા મળ્યા, નરકના કીચડમાં કીડા બની ખદબદી આવ્યા ત્યાંને કેમ કંટાળો નથી આવતું ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com