________________
પ્રશ્રપ્રદીપ
પ્રશ્ન ૬૭ – જ્ઞાન એ તો પ્રકાશ છે, તે જ્ઞાન માત્રથી જ આત્મસિદ્ધિ કેમ ન થાય ?
ઉત્તર – તાવ આવે તે જાણ્યું તેટલા માત્રથી તાવ ખસતું નથી. શ્રેષ્ઠ વસ્તુ જાણવા માત્રથી મળી જતી નથી, અને દુષ્ટ વસ્તુ જાણવા માત્રથી દૂર થતી નથી, પરંતુ તેને ખસેડવાની પ્રવૃત્તિ કરવી પડે છે. કેઈના સુંદર અક્ષર જલદી ઓળખી શકાય છે, પરંતુ તેવા સુંદર અક્ષર પિતાને બનાવવા હોય તો અક્ષરને લૂંટવાની ક્રિયા તે કરવી જ પડશે. ૨ - પ્રશા ૬૮ :- ઉપરના ઉત્તરથી સાનને મહત્વ તે ઘણું જ આપ્યું, છતાં ચારિત્ર્યને આટલું બધું આરાધ્યપણું શા માટે ?
ઉત્તર - આરાધ્યપદ આવ્યું કેમ? તેને પ્રથમ વિચાર કરો. માસતુસમુનિ જેવા જે આરાધ્ય પદે બિરાજયા તે માત્ર જ્ઞાનના બળે કે ચારિત્ર્યના બળે ? માત્ર જ્ઞાનથી જ જે આરાધ્ય બની જવાતું હતું તે દેશવિરતિ શ્રાવક અને સર્વવિરતિ સાધુથી પણ નરકન નારકી અને દેવતાઓ આરાધ્ય બની જશે, કારણ કે તેને ઉત્પન્ન થયાથી તે અંત સુધી ત્રણ જ્ઞાન હોય છે. અને માત્ર જ્ઞાનથી જ જે સિદ્ધિ થતી હોત તો ત્રણ જ્ઞાનપૂર્વક જન્મેલા તીર્થકર દે ચારિત્ર્ય શા માટે ગ્રહણ કરત? ૩
પ્રશ્ન દ૯ :- જે જ્ઞાન સાચું ન હોય તે કિયા સાચી કેમ થાય ?
ઉત્તર – પથ્થરની ગાય દોહવાથી પણ દૂધ મળી શકે એમ કેણ તમને કહે છે ? દૂધની આશાથી દારૂના પીઠે જાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com