________________
૪૯
પ્રશ્નપ્રદીપ
ઉપયાગ (આત્મજાગૃતિ) આત્માનું ખૂન થયે જ્ઞાન-આત્મા તૂટી પડે છે, અને ચારિત્ર્ય આત્માનું તે ત્યાં કલેવર જ માત્ર રહે છે. પ્રપંચનું સ્વરૂપ તે એવું છે કે જેવાની વિચિત્રતામાં પડે, તેવા વિચિત્ર પેાતે બની જાય છ
(૧૧) જ્ઞાન અને ક્રિયાના વિવેક
પ્રશ્ન ૬૬ ઃ- જ્ઞાન અને ક્રિયા એ બન્નેમાં વધારે મહત્ત્વ કેને?
ઉત્તર:– જ્ઞાનવાદીએ જ્ઞાન માત્રથી સિદ્ધિ માને છે, અને ક્રિયાવાદીઓ ક્રિયા માત્રથી સિદ્ધિ માને છે. એકાંત નિશ્ચયને પકડનાર જેમ ખેાટા છે તેમ એકાંત વ્યવહારને પકડનાર પણ ખાટા છે.
ચાલતાં ચાલતાં પગે કાંટા લાગ્યું, તે કાંટાને પ્રયત્ન કર્યો આંખથી જોઇ શકાય, એટલે ચક્ષુ (આંખ) વસ્તુને એળખાવી પશુ આપે અને દેખાડી પણ આપે, પરંતુ કાંટા દેખ્યા પછી તે વેદનાની આપત્તિ દૂર કરવા માટે તેને કાઢવાનું કાર્ય ચક્ષુનું નથી, કારણ કે વેદનાની નિવૃત્તિ અને શાંતિની પ્રાપ્તિ માત્ર ચક્ષુ અને પ્રકાશથી થતી નથી. તે કાય તે કાંટા કાઢવાની ક્રિયાથી જ બનવાનું છે. માટે સમગ્ર ફળ જ્ઞાનથી જ થાય છે તેમ કહી શકાય જ નહીં, તેમ ક્રિયાથી જ સમગ્ર ફળ મળી જશે તેમ પણ કહી ન શકાય. જેમ વગર દેખે કાંટા કાઢવા કોઈ તૈયાર થતું નથી, અને દેખવા માથી કઇ વેદના મટી જતી નથી. માટે આ પ્રમાણે જ સમજી લેવું જોઇએ કે જ્ઞાન અને ક્રિયા એ બન્નેના સમન્વય લઇને જ્યારે જ્ઞાનયુકત ક્રિયા થશે ત્યારે જ મેાક્ષ છે. ૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com