________________
પ્રશદીપ
ઘી જ વાસ્તવિક છે, કારણ કે ઘીના ઉત્પત્તિસ્થાન સ્વરૂપ માખણ છે માટે ! ઘી જે જ દેખાવ ધારણ કરનાર ડાલ્ડા, દેખાવ માત્રથી ઘી નથી બની જતું, કારણ કે તેનું ઉત્પત્તિસ્થાન માખણને બદલે તેલ છે. જે વસ્તુ જેમાંથી નીકળવી જોઈએ, ત્યાંથી જ જે ઉદ્ભવેલ હોય તે જ તે ગ્ય ગણાય. તેથી અન્ય રીતે ઉદ્ભવી, જે સાચા જેવો દેખાવ પકડી લે તે તેટલા માત્રથી તે વાસ્તવિક સાચો બની શકતો નથી
સોફી મૂવજ્ઞ” (ઉત. અ. ૩ ગા. ૧૨) શુદ્ધિ સરળની થઈ શકે છે, વાંકાની નહીં! એ સિદ્ધાંત પ્રમાણે સરળ-નિખાલસ ભાવથી ઉદ્દભવેલ ધર્મ–ત્યાગ–વૈરાગ્યથી આત્મા શુદ્ધ બની શકે છે, પરંતુ દંભ અને કપટના ભાવથી ઉદ્ભવેલ ધર્મ–ત્યાગ–વૈરાગ્યથી શુદ્ધિ થતી નથી, કારણ કે તેને ઉદ્ભવ પવિત્ર હેતુથી થયેલ નથી, તેથી તે દેખાવ માત્ર છે, વાસ્તવિક નથી. ૧
પ્રશ્ન ૬૦ :- નકલી વસ્તુને અસલી વસ્તુને મૂલ્ય ખપાવવાની પ્રવૃત્તિનું પરિણામ શું આવે?
ઉત્તર - વૈરાગ્યના મૂળમાં અગ્નિ મૂકનાર તત્વ જે કોઈ હેય તે તેનું નામ “દંભ છે. દંભી આત્મા કદાચ પોતાની. જાતને ધમી તરીકે પ્રસિદ્ધ કરી તેનું સન્માન ભલે પામી. જાય, તે પણ પોતે તો અનંતકાળ સુધી વૈરાગ્યરૂપી સગુણથી સદા વંચિત રહી જાય છે. એટલા જ માટે શ્રી જિનશાસનમાં મુક્તિ માર્ગના આરાધક માટે, સૌ પ્રથમ શરત દંભને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com