SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ પ્રશ્નપ્રદીપ . સનેપાતમાં પડેલ મૂર્ખ અને વિદ્વાન, સનેપાત સમયે તે બને સરખા જ હોય, પરંતુ સનેપાત દૂર થાય ત્યારે મૂર્ખ તે મૂર્ખ જ છે અને વિદ્વાન તે વિદ્વાન જ છે. ધર્મ પામીને નિગદમાં ગયેલે જીવ અને ધર્મ વગરને નિગોદમાં ગયેલે જીવ એ બન્ને સરખા, પરંતુ ધર્મ પામેલે હશે તે ઉદ્ધાર અવશ્ય પામવાને જ. મોટી મિલ્કત માલિક કેઈ સજજન શેઠ ઉદય કર્મના જેરે રાજ્યના ગુનામાં સપડાઈ જેલમાં ગયા હોય, અને એક કંગાલ બદમાશ પણ જેલમાં ગયેલ હોય, કેદખાનામાં હોય ત્યારે તે બન્નેના ખોરાક, પિષક, વગેરે ભલે સમાન હોય પરંતુ સજા પૂર્ણ થયે તે શેઠ પોતાના વિશાલ ભવને જાય અને પેલે કંગાલ પિતાની ભાંગલ ઝૂંપડી તરફ જ જાય. આ ઉદાહરણ પણ તમારા પ્રશ્નના ઉત્તરને અનુરૂપ જ છે. ૩ પ્રશ્ન ૪૯ - અનંતીવાર ચારિત્ર્ય લીધા, રજોહરણ, મુહપત્તીના મેરુ જેવડાં ઢગલા કર્યા તે પણ કંઈ ન વળ્યું તે હવે શું વળવાનું છે? ઉત્તર – અરે ભાઈ ! જરા શાંતિથી વિચારો! બાયડી, છોકરાં, ધન, માલ, વગેરે વધારે વાર મળ્યા કે ચારિત્ર્ય ? અનંતી રખડપટ્ટીમાં વધારે તે બાયડી છોકરાં જ મજ્યાં તેમ કબૂલ કર્યા વિના કેઈ ઉપાય જ નથી. છતાં તેને પરિણામે મળ્યું શું ? અનંતીવાર દુર્ગતિના જેડા મળ્યા, નરકના કીચડમાં કીડા બની ખદબદી આવ્યા ત્યાંને કેમ કંટાળો નથી આવતું ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035207
Book TitlePrashna Pradip
Original Sutra AuthorN/A
AuthorJanakrai Maharaj, Manoharlal Maharaj
PublisherDashashrimali Sthanakvasi Jain Sangh
Publication Year1973
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy