________________
પ્રશ્નપ્રદીપ
આ રીતે નિર્જરાના બાર ભેદમાંથી ચાર ભેદ સમ્યક્દષ્ટિ દેવ આચરી શકે છે. એટલે ઉચ્ચ આચાર-વિચારને પાલનની ભૂમિકાએ વ્યવહારથી દેખાતા હોવા છતાં પણ “અનાચારના ત્યાગની શક્યતાને અભાવે દેવો સંવર-નિર્જરાના અધિકારી નથી બની શકતા.”
અર્થાત્ આચારના પાલનમાં પ્રવૃત્તિ થવા છતાં પણ અનાચારના ત્યાગરૂપે દેવોને પચ્ચખાણને અભાવ હોવાથી મોક્ષમાર્ગ પામી શક્તા નથી. ૨
પ્રશ્ન ૩૪ :- પુણ્યનું આચરણ કરવું સરળ છે કે પાપને ત્યાગ સરળ છે?
ઉત્તર : ભવ્ય જીવો માટે પુણ્યનું આચરણ તે ઘણું સરળ છે, પરંતુ પાપનો ત્યાગ કરવાનું કાર્ય તો થોડું મુશ્કેલ જરૂર ગણાય. જેમ કે લાખ રૂપિયાનું દાન દેનાર પ્રતિ કહેવામાં આવે છે, જે તમે તમારા ચાલતા વ્યાપાર આદિ કાર્યોમાંથી અનીતિ, ભેળસેળ, વિશ્વાસઘાત, વગેરે પાપ દૂર કરશે તે વગર દાને પણ તમને સારા ગણશું ! આ પ્રમાણે કિઈ તેને કહે તો તે પોતાનું દાન ન સ્વીકારાયાને (પુણ્ય ન થયાન) ખેદ કરશે, પરંતુ પાપનો ત્યાગ ન થઈ શક્યા તેને ખે તેને થવો ઘણો મુશ્કેલ છે.
દુનિયાનો સામાન્ય એક એ નિયમ છે કે મનુષ્યને સારા કાર્યોને જેટલો આગ્રહ હોય છે એટલે આગ્રહ નબળાં કાર્યોના ત્યાગ માટે નથી હોતું. ઉગ્ર તપ અને કઠિન ક્રિયામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com