________________
પ્રશ્નપ્રદીપ
२६
તે તેના હિસ્સેદાર માટે તે જેમ શત્રુ ગણાય, તેમ જીવવા માટે ઈચ્છનાર સૌને પણ તે શત્રુ ગણાય. ખૂનીના ઝપાટે જે નથી પકડાયા તે પણ તેને દુશ્મન જ માનવાના છે. તેવી રીતે કર્મ માટે પણ સમજી લેવું. કર્મોને જીતવા માટે સંયમના સંગ્રામે ચડેલા તીર્થકર દેવે, સતી–સપુરૂષ આદિની ઉપર પરિષહ-ઉપા સર્ગ સ્વરૂપે જેમ કર્મોની સેના તૂટી પડી અને તે જ્ઞાની દેવએ. તે કર્મોનો ક્ષય કર્યો, તેમ સર્વને તેને ક્ષય પિતાની શકિત પ્રમાણે કરવો જરૂરી છે, કારણ કે ખૂનીની દૃષ્ટિથી તે કદાચ બચી જવાય, પરંતુ કર્મશ૩થી તે કઈ પણ નથી બચી શકતું, માટે કર્મોને હરાવી તેને જીતવાનો પુરુષાર્થ સૌએ કરે. જરૂરી છે. ૨
પ્રશ્ન ૪૦ – ધર્મ પુરૂષાર્થ કઠીન લાગે છે અને કર્મકાર્ય સરલ લાગે છે. તે વાસ્તવમાં કઠિન શું છે?
ઉત્તર :- લપસી પડવું જેટલું વિના પ્રયત્ન થાય છે, તેટલું જ ઉપર ચડવું આકરા પ્રયત્ન માગી લે છે. દરિયામાં ડૂબી મરનારને જ નડતાં નથી, તે કઠિનતા તે તરનારને જ સહન કરવાની હોય છે. મુશ્કેલી વિના માર્ગ જ નથી, પરંતુ તે મુશ્કેલીના બે પ્રકાર છે. એકને પ્રારંભમાં અને બીજાને અંતમાં. તરનાર વેચ્છાપૂર્વક સામેથી હોંશપૂર્વક મુશ્કેલી સ્વીકારે છે, અને પરિણામે મહાસુખી બને છે. આવા મહાસુખના માર્ગને મુશ્કેલી સમજી અજ્ઞાની જ તેથી ભય પામી, વાસનાને આધીન બની, તૃષ્ણના પૂરમાં તણાય છે. ક્ષણિક સુખમાં મહાલતે મહાલતે તે ઇચ્છાઓના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com