________________
પ્રશ્નપ્રદીપ
દરિકામાં ડૂબી અંતે મુશ્કેલી (ખ) ભોગવે છે. એટલે કઠિનતા કયાં નથી તે બતાવે ? શ્રેષ્ઠ કાર્ય પ્રારંભમાં તપ (કઠિનતા) માગે છે અને તપને કઠિન માનનાર અંતે કઠિનતાને ભેગવે છે. કે પ્રારંભે તે કોઈ પરિણામે, પરંતુ કઠીન તે બધું જ છે. ધર્મ પુરૂષાર્થ પ્રારંભે કમિ, પરંતુ પરિણામે ભવ્ય અને ભોગ પુરુષાર્થ પ્રારંભે મોહક, પરંતુ પરિણામે ભયંકર. જેનું પરિણામ સારું તે સાચો પુરુષાર્થ કહેવાય છે. ૩
પ્રશ ૪૧ – આપણા આત્માને ઉન્નતિના માર્ગે જવામાં વ વિન કેણ કરે છે ?
ઉતર – વિષય અને કષાયના જે અનાત્મ ભાવો છે તે શ્વાનની જેમ આત્માને પવિત્ર માર્ગે જતાં વચ્ચે વિક્ત કરે છે. જિ દગી વહેતી નદીના પ્રવાહ જેવી છે. ત્યાં ગાય પાણી પીવા આવે તો પેલે ધાન (અનાત્મ ભાવ) તેને ભસવા લાગે છે, ન પીવા દેવાથી પાણી વધવાનું નથી અને પીવા દેવાથી પાણી ઘટવાનું નથી. પાણી તો દરિયા તરફ જ વહેતું રહે છે.
તેવી જ રીતે આપણું આયુષ્ય વહેતા પાણી જેવું છે. ચાહે તેને ધર્મમાં જોડે કે ન જોડે, તે પણ તે અટકવાનું તે નથી જ ! પુણ્ય-પાપ,જીવ-અજીવ, સ્વર્ગ–નર્ક કે મોક્ષ, આ વાતમાં કદાચ કેઈને મતભેદ હોય, પરંતુ મરવું પડશે તેમાં મતભેદ નથી. જેમ નદીનું પાણી ઉપયોગમાં લ્યા કે ન તે પણ તે ખારા દરિયામાં ભળવાનું જ છે, તેમ જિંદગી ગમે તેટલી સાચવે અને મમત્વ રાખે તે પણ તે ફના તે થવાની જ !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com