________________
પ્રશ્નપ્રદીપ
પ્રશ્ન ૩૬ :- ઉત્તમ મનુષ્યભવ, આર્યક્ષેત્ર, ધર્મશ્રવણ તીર્થકર દેવને યોગ, આ સર્વ પવિત્ર અનુકૂળતા પુણ્યાધીન છે. તે મોક્ષ માર્ગમાં પુણ્યને ખપ તે ગણાય ને ?
ઉત્તર : બુદ્દા માણસો લાકડી વિના ન ચાલી શકે માટે લાકડી એ ટેકે છે, જીવન ન ગણાય. તેવી રીતે મેક્સે જનારને પુગ ટેકે છે, પરંતુ મોક્ષનું સાધન ન ગણાય. ૫
પ્રશ્ન ૩૭ -- પુણ્યાનુબંધી અને પાપાનુબંધી પુણ્યનાં કયા કયા કાર્ય છે? કયા કયા કામો કરવાથી જીવ પાપાનુંબંધી પુણ્ય બાંધે છે? પાપાનુબંધી-પુણ્ય વડે જે શરીર, સંપત્તિ સમજ, સત્તા વગેરે મળે છે, તે સારા કાર્યમાં લાગે છે કે ખરાબ કાર્યમાં ? પાપાનુબંધી પુણ્યના ભેગવવાથી ગતિ, જાતિ, સ્થિતિ તથા આત્મિક શકિતમાં જવનું ઉત્થાન થાય છે કે પતન?
ઉત્તર – જ્ઞાનપૂર્વક, નિયાણા રહિત, કુશળ અનુષ્ઠાન (સર્વ જીવોમાં દયા, વિતરાગતા, વિધિવત્ ગુરુ ભક્તિ, નિરતિચાર ચારિત્ર્ય આદિ) થી પુણ્યાનું બંધી પુણ્ય થાય છે. ભરત ચક્રવતી વગેરેની જેમ. | નિયાણાદિ દોષોથી દૂષિત ધર્મ-અનુષ્ઠાનથી પાપાનુબંધી પુણ્ય થાય છે. બ્રહ્મદત ચકવતી આદિની જેમ. પાપાનુંબંધીપુણ્ય વડે મળેલી સંપત્તિ વગેરે ખરાબ કાર્યમાં લાગે છે. અને પાપાનુબંધી–પુણ્યના ભેગથી જીવનું ઉત્થાન ન થતાં પતન થાય છે. આવું પતન ગતિ, જાતિ, આત્મિક શકિત, વગેરેમાં પણ સમજવું જોઈએ. ઉપરોક્ત ખુલાસો હારિભદ્રાષ્ટક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com