________________
પ્રશ્નપ્રદીપ
આમ છતાં આચારનું પાલન જેમ અનાચારના ત્યાગ વિના સંભવિત નથી, તેમ અનાચારનો ત્યાગ પણ આચારના પાલનની તત્પરતા વિના શક્ય નથી. આ રીતે બને પરસ્પર સાપેક્ષ છે.
ખરી રીતે વિચારીએ તે પ્રત્યેક સિધાન્તને અમલમાં ઉતારવા માટે આ બને ચીજ જરૂરી છે. જેમ કે “જેઈને ચાલવું, જેથી જીવ મરે નહીં, વિચારીને બોલવું, જેથી દોષ ન લાગે.” - કેઈને પણ આ રીતે કરેલી સૂચનામાં જે જોઈને ચાલવાની અને વિચારીને બોલવાની વાત છે તે આચારના પાલનરૂપ છે અને “જીવ ન મારવાની વાત તથા દોષ ન લાગવાની વાત” અનાચારના વર્જનરૂપ છે. ૧ - પ્રશ્ન ૩૩ - દેવે સંવર-નિર્જરાના અધિકારી કેમ નહીં? ન ઉતરે ૧૨ – પ્રકારના તપમાંથી સમ્યક્દષ્ટિ દેવે ૪
પ્રકારનાં તપ કરી શકે છે. (૧) પ્રાયશ્ચિત્ત – આરાધક આત્માની, પિતાથી થઈ ગયેલ
અશાતના આદિના ક્ષમા. (૨) વિનય - આરાધક પ્રત્યે આદર, નમ્રતા, નમસ્કાર (૩) વૈયાવચ્ચ - હરિકેશી મુનિની સેવાની જેમ.
(ઉત. અ, ૧૨) (૪) સ્વાધ્યાય - પૂર્વભવે અહીં આરાધેલ જ્ઞાન, અમુક
વિભાગમાં ત્યાં મૃત હોય છે, તેનું તથા તીર્થકર આદિની ધર્મદેશના સાંભળ્યા પછી તેને વારંવાર સ્વાધ્યાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com