________________
પ્રશ્નપ્રદીપ
તીર્થકર દેવેને પણ કર્મક્ષય માટે ઉત્કૃષ્ટ છ માસ સુધીના ચોવિહારા તપ કરવાની આવશ્યકતા જણાય, તે જે ધાનનાં ધનેડાં અને પાણીનાં પૂરા જેવા હોય તે શું મહત્વ જાણું શકવાના છે?
કોઈ કહે છે, જ્ઞાનીને તપશ્ચર્યાની જરૂર નથી. તે એવું કહેનારે વિચારવું જોઈએ કે, તીર્થકર ભગવાનને ચાર જ્ઞાન છે છતાં તેને તપ નિરુપયેગી લાગતું નથી. એટલે જેને એ નિરુપયેગી લાગે તેની ભાગ્યદશા પરવારી છે તેમ માનવું રહ્યું. કેઈથી તપશ્ચર્યા થઈ શકે, અથવા કોઈથી વધારે ન થઈ શકે તે એક વાત જુદી છે, પરંતુ તપશ્ચર્યાની જરૂર નથી, તપ કરવું તે અજ્ઞાન છે, એમ લાગવું તે તે માત્ર એક દુર્ભાગ્યની વાત સિવાય બીજું શું ગણાય? ૨
પ્રશ્ન ૨૯ :- ભૂખે મરતાં એક અજ્ઞાનીનું પણ શરીર શક્તિથી ઘસાય છે અને એક જ્ઞાની તપસ્વીનું શરીર પણ ઘસાય છે. તે બન્ને વચ્ચે અંતર શું ?
ઉત્તર - સંગ્રહણને દર્દી વારંવાર સંડાસ જાય અને આરોગ્યના નિયમ પ્રમાણે ઉદરશુધિના હેતુથી રેચ લેનારો પણ વારંવાર સંડાસ જાય, આ પ્રમાણે ક્રિયા બનેની સમાન હોવા છતાં પરિણામે તે એકને આરોગ્યની વૃદ્ધિ થાય છે અને બીજાને દની વૃદ્ધિ થશે. એક પરિશ્રમથી સદ્ગતિ પ્રાપ્ત થવા સ્વરૂપ થાકની નિવૃત્તિ થાય છે, તે બીજા પરિશ્રમથી દુર્ગતિના દુઃખ સ્વરૂપ થાકની વૃદ્ધિ થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com