________________
પ્રશ્નઝદીપ
ચંડશીયાને ખાતરી થઈ કે, આ અન્ય કેઈ નથી પણ અનદેવ! પૂર્વે સાંભળ્યા હતા અને આજે પ્રત્યક્ષ થયા. હવે એ ચંડકોશીયાને બધે કષાય શપે, અને એ નમે. એ ભાવના ન આવી હોત તે એ સદ્ગતિએ જાત? અધમમાં અધમ સંગોમાં અને ગૃહસ્થપણામાં રહેવા છતાં પણ કઈ
પામી જાય છે તે પ્રતાપ એ અધમ સંગોનો કે ગૃહસ્થપણાને નહિ, પણ પૂર્વની આરાધનાને. શ્રી જિનેશ્વર દેવના એક પણ વચનમાં અશ્રદ્ધા કરવી, એ સમ્યફવમાં દૂષણ લાવનારું છે. ૧
પ્રશ્ન ૨૮:- ઘણા લોકો ઉપવાસ આદિ તપશ્ચર્યાને લાંઘણું, ઢાર લાંઘણું વગેરે શબ્દો કહી વખોડે છે. તે તેમાં તથ્ય શું છે?
ઉત્તર : પિટના પૂજારીઓ તપશ્ચર્યા માટે ભૂખે મરવું, પેટ બાળવું, લાંઘણે કરવી, વગેરે શબ્દો કહી તપશ્ચર્યાને વખોડી તેની નિંદા કરે છે. તેમણે જરૂર વિચારવું ઘટે છે કે, આપણે હજી કઈ અવસ્થામાં છીએ ? ત્રિલેકીનાથ તીર્થકર ભગવાન, જેમણે આગળના ત્રીજા ભવથી જ નક્કી કર્યું છે કે હવે ત્રણ ભવથી વધારે સંસાર નથી અને તીર્થકરના ભાવમાં મોક્ષ નકકી છે. એટલું જ નહીં પરંતુ, દીક્ષા સમયે ચાર ફાન પ્રાપ્ત થયેલ હોય છે. આવા જિનેશ્વરદે પણ તપશ્ચર્યા શા માટે કરતા હશે ? આવા તીર્થકર ભગવંતે પણ તપ વિના મોક્ષની મુસાફરીમાં માનતા નથી, આ તપને મહિમા છે. તેને પ્રત્યે જે બેદરકાર રહીએ તે માનવું કે આપણે મોક્ષ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com