________________
પ્રશ્નપ્રદીપ
નિયમ હોય? એવી જ રીતે, કઈ મનુષ્ય પ્રભુની આજ્ઞાની દરકાર કર્યા વિના કહે કે, અમે તે અમારી મરજી પ્રમાણે કરવાના, અમને ફાવશે તેમ કરવાના અને ઈચ્છા પ્રમાણે વર્તવાના, તે ત્યાં શાસ્ત્ર શું કરે? દવે દેખતા માટે હોય, પરંતુ આંધળા માટે ન હોય. ૬
પ્રશ્ન ૧૬ - શાસ્ત્રાજ્ઞા પિતા માટે સાર્થક કયારે બને?
ઉત્તર :- કર્માધીન જીવનું સંસાર પરિભ્રમણ અનંત છે. ચાર ગતિમાંથી ક્યાંય પણ અજ્ઞાની અવને આરામનું સ્થાન નથી. જ્યાં સુધી જીવનનું લક્ષ સંયમ તરફ ઢળે નહીં ત્યાં સુધી ઘાંચીના બળદ જેવી જ આત્માવસ્થા છે. આ પ્રમાણે શાસ્ત્રો અને સપુરુષ તે પુકારી પુકારીને કહે છે, પરંતુ આ સ્થાને રખડનારે જ કબૂલ નથી કરતો કે હું રખડે છે. તેને જ્ઞાનની ઉપકારિતા અને અજ્ઞાનની અપકારિતાને અનુભવ જ નથી.
જે અઘટિત પરિણામ માટે અસીલ પોતે જ તેને અંગે , કંઈ પણ બેલવા નથી માંગતા, તે માટે વકીલ ગમે તેટલું બેલે તે કેમ કામ આવે ? પિતાના નુકસાનની જે ફરિયાદ જ ન કરે તે તેવા અસીલ માટે વકીલનું તેના બચાવ માટે બલવાનું કેમ સફળ થાય ? ૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com