________________
૧૦
-
પ્રશ્નપ્રદીપ
રહીએ, અને શકિતથી આગળ વધી જઈએ તે કરી શકતા હોઈએ તે પણ ગુમાવી બેસીએ અને તપચારિયના ધણી થવાના બદલે દંભ-માયાના ધણી બની જવાય. શકિતના અભાવને કારણે અટકનાર વંચિત જરૂર રહે, પરંતુ શક્તિના અભાવે કરતો નથી અને ડોળ મટો બનાવે તો ગુણને જ ગુમાવી બેસે. વંચિત રહેનાર પામી શકે, પરંતુ ગુમાવનારને પ્રાપ્તિ. દુલભ થઈ જાય. ૨
પ્રશ્ન ૧૯ :- તેવી પ્રબલ શક્તિને અભાવે પૂર્ણપણે આજ્ઞા ન પાય તો શું કરવું ?
ઉત્તર :- વીતરાગે તો કહ્યું, આવો અને આજ્ઞા પાળ તે સિદ્ધિ પદ મળે. ન પાળે તે સંસારમાં રહી જાઓ, અને આસાને ઠોકરે મારો તો રખડી જાઓ. પાળે તે તરી જાય ના પાળે તે રહી જાય, અને ઠોકરે મારે તે અનંતકાળ સંસારમાં રખડે અને ધર્મની પ્રાપ્તિ દુર્લભ થાય. ન પાળે તો કાંઈ નહીં પણ આજ્ઞાને ઠોકરે ન મરાય. દાતાર નહિ બનો તો શાસનમાં નભશે, પણ છીનવી લેનાર બને તે નહિ ચાલે.
મહેમાન ઘેર આવે, એને ન બોલાવો તે ભલે, પાટલા પર બેસાડી ઘીની વાટકી ઊંધી ઢળી ન જમાડે તે પણ ભલે, પણ અપમાન તો ન જ કરતા. મહેમાન સમજશે કે એની ભાવના અગર સ્થિતિ નથી, પણ અપમાન કરે તે છે. એનાથી સહન ન થાય. મહેમાનને આવતે રાખે હોય તે “એ” તેમ કહેવું પડે. ધક્કો મારે તે ઘરે ફરી પગ ન મૂકે.
શાત્રે મોક્ષ સાધ્ય માન્યું અને ધર્મને તેનું સાધન માન્યુંદુનિયાએ કામને સાધ્ય માન્ય અને અર્થને તેનું સાધન માન્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com