________________
૧૨ ૧/૧/૨
પ્રમાણમીમાંસા
मैवं वोचः, ज्ञातुर्मातृत्वेनेव अनुभूतेरनुभूतित्वेनैवानुभवात् । नचानुभूतेरनु-भाव्यत्वं दोषः, अर्थापेक्षयानुभतित्वात, स्वापेक्षयाऽनभाव्यत्वात, स्वपितपत्रापेक्षयैकस्य पुत्रत्वपितृत्ववत विरोधाभावात् । न च स्वात्मनि क्रियाविरोधः, अनुभवसिद्धेऽर्थे विरोधासिद्धेः । अनुमानाच्च स्वसंवेदनसिद्धिः, तथाहिज्ञानं प्रकाशमानमेवार्थं प्रकाशयति, प्रकाशकत्वात्, प्रदीपवत् । संवेदनस्य प्रकाश्यत्वात् प्रकाशकत्वमसिद्धमिति चेत्,
•સ્વ સંવેદનવાદી - આવું બોલશો મા ! જ્ઞાતા (અહ) જ્યારે જ્ઞાનનો વિષય બને છે જેમકે “હું તો તે વખતે દેરાસરમાં હતો “હું તો ઉનના માલ" હું મને-જાતને જાણું “અહીં પોતાનું જ જ્ઞાન કરે છે, વળી જ્ઞાન કરનાર બીજું કોઈ તો છે જ નહીં, પ્રમાતા પણ પોતે જ છે. આમ દેશવિશેષમાં પોતાનું જ ભાન જ્ઞાતા કરી રહ્યો છે, આતો સર્વને માન્ય જ છે ને. ત્યારે તે જ્ઞાતા કર્મ બનવા છતાં પણ તેની જ્ઞાતા તરીકે ઓળખાણ થાય છે, તેની જેમ જ્ઞાન જ્યારે જ્ઞાનનો વિષય બને છે, પણ તેનું ભાન તો જ્ઞાન તરીકે જ થાય. “ઘટના જ્ઞાનને હું જાણું છું” એવો અનુભવ થાય છે. એ રીતે જ જ્ઞાનનું જ્ઞાન તરીકે ભાન થતું હોવાથી જડ બનવાની આપત્તિ નથી. જ્ઞાન જોય રૂપે બને એમાં દોષ નથી, કારણ કે તે પર-પદાર્થની અપેક્ષાએ જ્ઞાન રૂપે છે. સ્વ-જ્ઞાનની અપેક્ષાએ ય રૂપ બને છે.
જેમ પોતાના પિતાની અપેક્ષાએ જે પુરૂષ પુત્ર છે, તે પુરૂષ સ્વપુત્રની અપેક્ષાએ પિતા પણ હોઈ શકે છે. એમાં કશો વાંધો-વિરોધ નથી. શંકા – જ્ઞાન પોતાનું જ જ્ઞાન કરે આ તો પોતાની ઉપર જ જ્ઞાન નામની ક્રિયા થઈ. સ્યાદ્વાદ મંજરીમાં પૂર્વપક્ષીએ કહ્યું છે કે સુશિક્ષિત નટ પુત્ર પોતાનાં ખભા ઉપર ચઢી શકતો નથી, એટલે સ્વાત્મામાં ક્રિયાનો વિરોધ છે. (સ્વનુ જ્ઞાનનું સંવેદન= જ્ઞાન-અનુભવ અમે (જ્ઞાનાન્તર વાદી) અન્ય જ્ઞાનથી માનીએ છીએ માટે અમારે તો સ્વાત્મનિ ક્રિયા વિરોધ દોષ લાગુ પડતો નથી.)
સમા- અનુભવ સિદ્ધ બાબતમાં વિરોધને અવકાશ નથી મળતો, કારણ કે દીવો પરની જેમ સ્વને પણ પ્રકાશિત કરે છે, એ પ્રત્યક્ષ સિદ્ધ વાતમાં કોઈ વિરોધ કરતું નથી. તેમ “મેં ઘટને જાણ્યો” એવો અનુભવ આત્માને થાય છે. માટે તેમાં વિરોધ ન કરી શકાય. અનુમાનથી પણ સ્વસંવેદનની સિદ્ધિ થઈ શકે છે.
તે આ પ્રમાણે - “જ્ઞાન પ્રકાશમાન થઈને જ અર્થને પ્રકાશિત કરે છે, પ્રકાશક હોવાથી દીવાની જેમ. • જ્ઞાનાત્તરવાદી – જો સંવેદન પ્રકાશ્ય હોય તો ઘટાદિની જેમ તે પ્રકાશક ન બની શકે. સ્વસંવદેનવાદી – સ્વસંવેદન સ્વરૂપ જ્ઞાનમાંથી અજ્ઞાન સંશય વગેરેનો નિરાસ કરવાથી તેમાં પ્રકાશકત્વ ઘટી
૨-૦મતિન ગજ્ઞા-તાI