________________
૧૦ ૧/૧/૨
પ્રમાણમીમાંસા
तस्याप्यनुपलब्धस्य प्रस्तुतोपलम्भप्रत्यक्षीकाराभावात् । उपलम्भान्तरसम्भावने चानवस्था । अर्थोपलम्भात् तस्योपलम्भे अन्योन्याश्रयदोषः । एतेन' 'अर्थस्य' सम्भवो नोपपद्येत न चे [त् ] ज्ञानं स्यात् ' इत्यर्थापत्त्यापि तदुपलम्भः प्रत्युक्तः, तस्या अपि ज्ञापकत्वेनाज्ञाताया ज्ञापकत्वायोगात् । अर्थापत्त्यन्तरात् तज्ज्ञाने अनवस्थेतरेतराश्रयदोषापत्तेस्तदवस्थः परिभवः ।
સ્વસંવેદનવાદી → અન્યજ્ઞાન ખુદ અનુપલબ્ધ અપ્રત્યક્ષ હોવાથી પ્રસ્તુત સ્વનિર્ણયને—પ્રત્યક્ષ કરી શકતું નથી. ચૈત્રનું જ્ઞાન મને અપ્રત્યક્ષ છે, તો તેના જ્ઞાનથી જ્ઞાત પદાર્થ પણ મને અપ્રત્યક્ષ જ રહે છે. તેજ રીતે મારું જ્ઞાન મને જો અપ્રત્યક્ષ હશે તો તેનાથી જ્ઞાત પદાર્થ પણ મને અપ્રત્યક્ષ જ રહેશે ને. “સ્વયં અસિદ્ધપાર્થ સાધયેત્” એટલે અર્થ અપ્રત્યક્ષ જ રહેવાની આપત્તિ આવે. અન્ય ઉપલભ્ભ-જ્ઞાનથી તેનું દ્વિતીય જ્ઞાનનું પ્રત્યક્ષ થઇ જશે.” એવું માનશો તો અનવસ્થા દોષ આવશે. કારણ કે એમ પુનઃપુનઃ પછી પછીના જ્ઞાનના ઉપલભ્ભ માટે ઉત્તર જ્ઞાનની કલ્પના કરવી પડશે, એમ અપ્રમાણિક અનંત જ્ઞાનની કલ્પના સ્વરૂપ અનવસ્થા દોષ આવશે. વસ્તૃતવસ્તુલનાતીયવસ્તુપરંપરાપનસ્ય વિામાભાવ: અનવસ્થા. (ૌ.વૃત્તિ)
જ્ઞાનાન્તરવાદી → અર્થ-પદાર્થ જ્ઞાનથી (પ્રથમજ્ઞાન)થી સ્વનિર્ણય(દ્વિતીય જ્ઞાન) નો ઉપલભ્ભ થઇ જશે. એમ દ્વિતીય જ્ઞાન જ્ઞાત બની જતું હોવાથી જ્ઞાનાન્તરની કલ્પના સ્વરૂપ અનવસ્થા ઉભી નહિ થાય.
♦ સ્વસંવેદનવાદી → સ્વનિર્ણય (બીજું જ્ઞાન) જ્ઞાત બને તો તે અર્થજ્ઞાન (પ્રથમ જ્ઞાન)ને પ્રકાશિત કરે એટલે કે અર્થજ્ઞાન(પ્રથમજ્ઞાન) નું જ્ઞાન કરવા માટે સ્વનિર્ણય (દ્વિતીયજ્ઞાન)ને જ્ઞાત થવું જરૂરી છે. અને તમારા કહેવા પ્રમાણે સ્વનિર્ણય-(બીજુ જ્ઞાન) જ્ઞાત થવા માટે (પ્રથમ) અર્થજ્ઞાનની અપેક્ષા રાખે છે. સ્વતઃ તો બન્ને અજ્ઞાત હોય અને જ્ઞાત થવા માટે એક બીજાની અપેક્ષા રાખે તો અન્યોન્યાશ્રય સ્પષ્ટ છે. “તારું ઘર ક્યાં છે ? બસ સ્ટેન્ડની સામે, બસસ્ટેન્ડ કર્યાં છે ? તો કહે મારા ઘરની સામે,” અહીં બન્ને સ્થાન અજ્ઞાત હોવાથી એકનું પણ ભાન ન થાય, તેજ આ અન્યોન્યાશ્રય છે.
[“અહં વૃક્ષપશ્યામિ” અહીં પ્રમાતા પોતે વૃક્ષને જોવાની ક્રિયા કરે છે, સાથોસાથ પોતે જોઇ રહ્યો છે' એવું ભાનપણ થાય છે કે નહીં ? “પોતે જોઇ રહ્યો છે” એવું ભાન કરવા કાંઇ તેને નવા-અન્ય જ્ઞાનની જરૂર પડતી નથી, “હું વૃક્ષને જોઉં છું” આવું ભાન પોતાને જ્યારે સામે ઝાડ ઉપર નજર કરે છે, ત્યારે જ થઈ જાય છે. એટલે તે વખતે બે જાતનું આપણને જ્ઞાન થાય છે, એકતો “આ વૃક્ષ છે,” બીજું
१ अनवस्थादोषेण । २ अर्थोऽस्यास्तीत्येवंरूपो व्यवहारः । ३ न चेतत् ज्ञा० डे० । ४ अर्थोपलम्भोपलम्भः । ५ अर्थापत्तिज्ञाने । ६ अर्थापत्त्यन्तरस्यापि ज्ञानार्थं पुनरप्यर्थापत्त्यन्तरं कल्प ( प्य) मित्यनवस्था । ७ यदा त्वर्थापत्त्यन्तरस्य प्रस्तुतार्थापत्तेः ज्ञानं तदेतरेतराश्रयः ।
૧ જ્ઞતિક્રિયાતો અર્થ જ્ઞાનની સાથોસાથ પ્રવર્તે છે, એટલે પ્રમાતા જ્યારે પદાર્થને જાણે ત્યારે સાથે સાથે પોતાને “આ પદાર્થનું મને જ્ઞાન થયું છે” એવું પણ સમજી લે છે આ છે જ્ઞપ્તિ. સ્વસંવેદનવાદી (આપણે)→આ બન્ને કામ એક જ સાથે થાય છે. અને આપણને અનુભવમાં પણ એજ રીતે આવે છે.
જ્યારે શાનાન્તર વાદી એમ કહે છે કે પ્રથમ અયંઘટઃ' આ માત્ર પદાર્થનું જ્ઞાન થાય છે, તેના પછી અન્ય જ્ઞાન પેદા થાય છે, તે નવું જ્ઞાન ઘટજ્ઞાનને પોતાનો વિષય બનાવે છે એટલે કે અનુવ્યવસાયજ્ઞાન (નૈયાયિક માન્ય) “ઘટજ્ઞાનવાન અહં’” આવું બીજુ જ્ઞાન છે, તે પાછળથી પેદા થયું. જ્ઞપ્તિ અને અન્ય જ્ઞાનના આકારમાં ફેર નથી પરંતુ કાલ ભેદ છે, તેથી પ્રક્રિયામાં તફાવત પડી જાય છે. આપણા કહેવા પ્રમાણે જ્ઞાન સ્વતઃ પોતાનું ભાન કરાવી દે છે, જ્યારે જ્ઞાનાન્તર વાદીની મુજબ બીજા જ્ઞાનનું મોઢું પહેલા જ્ઞાનને જોવું પડે છે. પરંતુ સ્વયં પ્રકાશિત નથી.